મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ


SHARE





















મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ

ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત સરકારના દિશાનિર્દેશો અનુસાર મોરબી જિલ્લામાં સતત સુધારણા (Continuous Updation) પ્રક્રિયા હેઠળ બાકી રહી ગયેલા પાત્ર નાગરિકો અને ૧૮-૧૯ વર્ષના યુવા/પ્રથમ વખતના મતદારોની નામ નોંધણી માટે વિશેષ ઝુંબેશ (Special Drive) હાથ ધરવામાં આવી રહી છે. મોરબી જિલ્લાના તમામ વિધાનસભા મતદાર વિભાગોમાં તા. ૧/૧૦/૨૦૨૬ થી આ ઝુંબેશનો પ્રારંભ કરાયો છે.

આ ખાસ ઝુંબેશ અંતર્ગત મોરબી જિલ્લામાં તા. ૧૧/૧૦/૨૦૨૬, તા. ૧૮/૧૦/૨૦૨૬, તા. ૨૫/૧૦/૨૦૨૬ અને તા. ૦૧/૧૧/૨૦૨૬ ના રોજ તમામ બૂથ લેવલ અધિકારીઓ (BLO) સવારે ૧૦:૦૦ થી સાંજના ૦૫:૦૦ કલાક સુધી પોતપોતાના મતદાન મથક ખાતે ઉપસ્થિત રહીને હક્ક-દાવા તથા વાંધા અરજીઓ સ્વીકારવાની કામગીરી કરશે. મતદારયાદીમાં નોંધણીથી બાકી રહી ગયેલા તેમજ પાત્રતા ધરાવતા યુવાનો પોતાના જરૂરી પુરાવા સાથે નજીકના મતદાન મથકે BLO નો સંપર્ક કરી "મતદાર નોંધણી નિયમો, ૧૯૬૦" મુજબ નિયત ફોર્મ ભરી શકશે. લોકશાહીની પાયાની પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે જિલ્લાના તમામ પાત્ર નાગરિકો અને ખાસ કરીને પ્રથમ વખતના યુવા મતદારો આ ખાસ ઝુંબેશનો મહત્તમ લાભ લઈ પોતાની નોંધણી અચૂક કરાવે તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રશ્મિ જે. રાજાવાઢા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.










Latest News