રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE









રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

વાંકાનેર ખાતે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી અમરસિંહજી શૈક્ષણિક સંકુલ-શ્રીમતી કુમુદબેન મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કાર્યરત ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (BAOU) ના અભ્યાસ કેન્દ્રના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ સંકુલના ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.

ઓગસ્ટ ૨૦૧૯ થી ૨૦૨૫ સુધીના સત્રમાં ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોમાં ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ તથા સર્ટિફિકેટ પ્રાપ્ત કરનાર ૧૦ તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના કૌશલ્યવર્ધન અર્થે યોજાતી 'તેજતૃષા' રાજ્યકક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં મેડલ મેળવનાર ૨૫ વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંત્રી રિવાબા જાડેજાએ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. આ તકે જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા,  સોનલબેન દોશી, સોસાયટીના ઉપપ્રમુખ કલ્પેન્દુભાઈ મહેતા, માનદ મંત્રી અનંતરાય મહેતા સહિતના તમામ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.




Latest News