મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

સેવા સંકલ્પ સાથે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા માં આશાપુરાના દર્શનાર્થે કરશે પદયાત્રા


SHARE





















સેવા સંકલ્પ સાથે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા માં આશાપુરાના દર્શનાર્થે કરશે પદયાત્રા

સ્વયંભૂ પ્રાગટ્ય કચ્છની કુળદેવી સ્વરૂપે માતાના મઢ માં બિરાજમાન માં આશાપુરાના દર્શનાર્થે પદયાત્રી, સાઇકલ અને વાહનોથી લાખો માઈ ભક્ત દર્શનાર્થે જાય છે. ત્યારે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા પણ પોતાના શુભેચ્છકો, માઈભક્તો સાથે પદયાત્રા કરવાનો સંકલ્પ લીધો છે. અને તા. 8/10/2026 ગુરુવારે સાંજે 6:00 કલાકે  રઝાપર હુન્ડાઇ શો રૂમ પાસે આવેલ માં આશાપુરા સેવા સંકલ્પ પદયાત્રી કેમ્પ ભુજથી પ્રસ્થાન કરશે.

વધુમાં સાસદ વિનોદભાઈએ જણાવ્યું હતું કે, વર્ષોથી સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા આયોજિત “માં આશાપુરા સેવા સંકલ્પ પદયાત્રી કેમ્પ” ની વિશેષતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કચ્છ પ્રત્યેની સંવેદના અને સરકારી યોજનાઓની ઝલક તેમજ પ્રતિકૃતિ સાથે સેલ્ફી પોઈન્ટ, મિલેટ્સ (બાફેલું કઠોળ), સ્વાદિષ્ટ નાસ્તો, એનર્જી સોફ્ટ ડ્રિંક, પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન સાથે યાત્રિકો માટે મેડિકલ સુવિધા, તેમના બેગ ઉપર અકસ્માતને રોકવા રેડીયમ પટ્ટી અને પદયાત્રીઓ માટે મોબાઇલ ચાર્જર સુવિધાઓ તેમાં ઉપલબ્ધ રહેશે. સાથે સાથે આરામ માટેની સુવિધા સભર કેમ્પ હોવાથી વધુને વધુ યાત્રાળુઓ તેનો લાભ લે તેવી સાંસદએ લોક અપીલ પણ કરી છે. માઈ આશાપુરાના દર્શને પદયાત્રા દરમ્યાન ખાસ કરીને સાંસદ વિવિધ કેમ્પોની મુલાકાત લેશે અને ત્યાં સેવા આપતા સેવકોની ભાવનાને બિરદાવશે.










Latest News