14 પડતર માંગણીઓ નહીં સંતોષતા મોરબી જીલ્લાના તમામ મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા
SHARE
14 પડતર માંગણીઓ નહીં સંતોષતા મોરબી જીલ્લાના તમામ મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા
રાજ્યના મહેસુલી કર્મચારીની વિવિધ માંગણીઓ છેલ્લા ઘણા સમયથી પડતર છે જેથી કરીને ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા પડતર માંગણીઓને લઈને હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું તેમ છતાં પણ સરકાર દ્વારા પડતર માંગણીઓને સંતોષવામાં આવી નથી જેથી કરીને મોરબી જીલ્લાના 200 થી વધુ મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા છે.
મોરબી જીલ્લાના મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ મુજબ પડતર માંગણીઓને લઈને મોરબી તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડમાં અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવી છે ઉલેખનીય છેકે, કર્મચારીઓ દ્વારા અગાઉ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યાર બાદ માસ સીએલ મૂકીને કામ બંધ કરવામાં આવ્યું હતું તો પણ મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નોને ઉકેલવામાં આવલે નથી જેથી હવે અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવી છે. મોરબી જીલ્લા મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ હિતેશભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, તેઓના મંડળની જુદીજુદી 14 માંગણીઓ છે જેના માટે છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવેલ છે જો કે, સરકાર તરફથી હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવતો નથી જેથી હવે અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, મોરબી જિલ્લામાં 200 થી વધારે મહેસૂલ કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે અને તેઓની જે માંગણી છે તેમાં મહેસૂલી તલાટીઓના જોબચાર્ટમાંથી અન્ય વિભાગ સંબંધિત તમામ કામગીરી બાબતના પત્રો તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે, વર્ષ 2012 ની સીધી ભરતીના નાયબ મામલતદારને રી-એજેસ્ટમેન્ટ (વર્ષ 2020) નો લાભ આપીને સિનિયોરિટી આખરી કરવી અને નવી કોઈ ભરતી પહેલા આ તમામ કર્મચારીઓને મામલતદાર સંવર્ગમાં બઢતી આપવી, તમામ કર્મચારીઓની એકીકૃત તથા નિયમોનુસાર સિનિયોરિટી તૈયાર કરીને તાત્કાલિક પ્રસિદ્ધ કરવી, જિલ્લા ફેર બદલી અંગે એનઓસી પ્રથા બંધ કરી ઓનલાઈન પોર્ટલ મારફતે જિલ્લા ફેર બદલી થાય તેવી પારદર્શિતા દાખલ કરવી, નાયબ મામલતદાર અને મામલતદારની સીધી ભરતીની પ્રક્રિયા તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે, મહેસૂલી કર્મચારીઓ ઉપર વધતા કાર્ય બોજના લીધે માનસિક તણાવ વધી રહ્યો હોય તે ઘટે તે માટે જરૂરી સુધારા કરવામાં આવે તે સહિત કુલ મળીને 14 જેટલી માંગણીઓ કરવામાં આવી છે