માળીયા (મિં.) તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં મોટીબરાર મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન મોરબી મહાપાલિકા વિસ્તારમાંથી છેલ્લા 8 દિવસમાં વધુ 24 ઢોર પકડાયા હવે ઘરે જ ઉગાડો તાજા શાકભાજી: મોરબીમાં બાગાયત વિભાગ દ્વારા સસ્તા દરે અપાશે બિયારણ મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ મોરબીમાં લક્ષ્મીનગર ખાતે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ખેડૂત શિબિર યોજાઈ સેવા સંકલ્પ સાથે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઇ ચાવડા માં આશાપુરાના દર્શનાર્થે કરશે પદયાત્રા 14 પડતર માંગણીઓ નહીં સંતોષતા મોરબી જીલ્લાના તમામ મહેસુલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા મોરબીમાં તંત્ર દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ સભામાં ટાર્ગેટ મુજબ જનમેદની એકત્રિત ન થતાં સંગઠનની નબળાઈ ઉડીને આંખે વળગી
Breaking news
Morbi Today

મોરબીમાં લક્ષ્મીનગર ખાતે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ખેડૂત શિબિર યોજાઈ


SHARE











મોરબીમાં લક્ષ્મીનગર ખાતે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા ખેડૂત શિબિર યોજાઈ

મોરબી તાલુકાના લક્ષ્મીનગર (જૂના સાદુળકા) ગામે યોજાયેલા આ કાર્યક્રમમાં બાગાયત ખાતાના અધિકારીઓ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), ગોર ખીજડીયાના કૃષિ નિષ્ણાંતોએ વિશેષ ઉપસ્થિત રહીને ઉપસ્થિત ખેડૂતોને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ શિબિર દરમિયાન બાગાયત ખાતાની નવીન યોજનાઓ, પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ, બાગાયતી પાકોમાં વૈજ્ઞાનિક પાક વ્યવસ્થાપન તેમજ રોગ-જીવાત નિયંત્રણ અંગેની સઘન અને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, ખેડૂતો બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો મહત્તમ અને સરળતાથી કેવી રીતે લાભ મેળવી શકે તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ માર્ગદર્શન શિબિરમાં સ્થાનિક ખેડૂતોએ બોહળી સંખ્યામાં ઉપસ્થિત રહીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, તેમ મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.




Latest News