મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે


SHARE





















મોરબી જીલ્લામાં આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ઉપર નાની-મોટી નર્સરી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરી શકાશે

રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા બાગાયતી ખેતીને પ્રોત્સાહન પૂરું પાડવા અને ખેડૂતો આર્થિક રીતે સધ્ધર બને તે હેતુથી વર્ષ ૨૦૨૬-૨૭ માટે કેન્દ્ર પુરસ્કૃત ‘મિશન ફોર ઇન્ટીગ્રેટેડ ડેવલોપમેન્ટ ઓફ હોર્ટીકલ્ચર - નેશનલ હોર્ટીકલ્ચર મિશન’ અંતર્ગત વિશેષ સહાયલક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ નાની નર્સરી (૦.૪ થી ૧ હેક્ટર) તેમજ મોટી નર્સરી (૧ થી ૨ હેક્ટર) ના ઘટકો માટે બાગાયતદાર ખેડૂતો લાભ મેળવી શકે તે માટે તા.૨૫/૧૦/૨૦૨૬ સુધી આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ (https://ikhedut.gujarat.gov.in) ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

આ યોજના અંતર્ગત મોટી નર્સરી (૧ થી ૨ હે.) માટે કુલ ખર્ચના ૪૦ ટકા લેખે મહત્તમ રૂ. ૨૪ લાખ સુધીની અને નાની નર્સરી (૦.૪ થી ૧ હે.) માટે ખર્ચના ૪૦ ટકા લેખે મહત્તમ રૂ. ૮ લાખ સુધીની સહાય પ્રો-રેટા મુજબ સહાય મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક બાગાયતદાર ખેડૂતોએ આઇ-ખેડુત પોર્ટલ પર નોંધણી કરીને ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત મુજબના જરૂરી દસ્તાવેજો અપલોડ કરી અરજી કન્ફર્મ કરવાની રહેશે અને તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે સાચવવાની રહેશે.મંજૂરી મળ્યા બાદ ક્લેઇમ સબમિટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનિક કાગળો સાથે જિલ્લાની ‘નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી’ ખાતે સબમિટ કરાવવાના રહેશે. મોરબી જિલ્લાના મહત્તમ બાગાયતદાર ખેડૂતોને આ આધુનિક નર્સરી સહાય યોજનાનો વ્યાપક લાભ લેવા મોરબી નાયબ બાગાયત નિયામકની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.










Latest News