મોરબીના મહેન્દ્રનગર ગામે ઉછીના 5000 રૂપિયા આપવાની ના કહેતા યુવાનને મોઢા ઉપર માર મારીને જડબામાં ફેક્ચર કરી નાખ્યું મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં માચીસ બાબતે થયેલ જપાજપીમાં ધક્કો લાગતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા યુવાનનું મોત ટંકારાના ગોકુલનગરમાં ફટાકડા દૂર ફોડવાનું કહેવા બાબતે પાઇપ, ધારીયા અને કુહાડી સાથે કાકા-ભત્રીજા ઉપર હુમલો: 6 શખ્સો સામે ફરિયાદ અંધશ્રદ્ધા દુર કરવાનો પ્રયાસ: મોરબીમાં આવેલ માધાપર વાડી સોનપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસની રાતે ભજીયા પાર્ટી યોજાઇ ટંકારના હીરાપર ગામે કુવામાં પડી ગયેલા તરુણને ફાયરની ટીમે બચાવ્યો માળીયા (મી)ના કુંભારીયા ગામે ગેરકાયદેસર પવનચક્કી માટે 36 અરજીઓ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તાળાબંધીની ચીમકી ભુજના ખાવડા ગામે કોલી સમાજના લોકો સાથે સાંસદ વિનોદભાઈ ચાવડાએ કરી દિવાળીની ઉજવણી મોરબી જીલ્લામાં નીલગાયાના શિકારના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે, ત્રણ આરોપીને પકડવા તજવીજ શરૂ
Breaking news
Morbi Today

મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કોમોડ વ્હીલચેર અર્પણ


SHARE





















મોરબી મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારને કોમોડ વ્હીલચેર અર્પણ

“માનવસેવા એ જ સાચી સેવા”ના સંકલ્પ સાથે મુસ્કાન વેલફેર સોસાયટી-મોરબી દ્વારા એક જરૂરિયાતમંદ પરિવારને કોમોડ વ્હીલચેર અર્પણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.પરિવારના એક સભ્ય સુરક્ષા ગાર્ડ તરીકે નોકરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના માતા પથારીવશ હોવાથી તેમની દૈનિક સંભાળ રાખવામાં પરિવારને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.મર્યાદિત આર્થિક પરિસ્થિતિ વચ્ચે માતાની જરૂરિયાતો પૂરી કરવી પરિવાર માટે પડકારરૂપ બની હતી.

માતાની સેવા અને સંભાળ એ દરેક સંતાનની લાગણી સાથે જોડાયેલી બાબત છે.પરંતુ જ્યારે આર્થિક સંજોગો મુશ્કેલ હોય અને ઘરમાં કોઈ સ્વજન લાંબા સમયથી પથારીવશ હોય, ત્યારે પરિવારની મુશ્કેલીઓ વધુ વધી જાય છે.આ પરિસ્થિતિને સમજીને મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા પરિવારને કોમોડ વ્હીલચેર અર્પણ કરવામાં આવી હતી.જેથી તેમના માતાને દૈનિક જીવનમાં વધુ સુવિધા મળી રહે અને પરિવારની મુશ્કેલીઓ થોડી હળવી થઈ શકે.

સંસ્થાનો આ પ્રયાસ માત્ર એક સાધનનું દાન નથી.પરંતુ મુશ્કેલીના સમયમાં એક પરિવારની સાથે ઊભા રહેવાની લાગણીસભર પહેલ છે.ઘણીવાર કોઈના જીવનમાં મોટો બદલાવ લાવવા માટે બહુ મોટી મદદની જરૂર હોતી નથી. સમયસર મળેલો નાનો સહકાર પણ કોઈના માટે આશાનું કિરણ બની શકે છે.પરિવારની અંગતતા અને ગોપનીયતાનું સન્માન જાળવવાના હેતુથી લાભાર્થી પરિવારનું નામ જાહેર કરવામાં આવ્યુ નથી.

મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી સમાજના સેવાભાવી નાગરિકો અને દાતાશ્રીઓને અપીલ કરે છે કે તેઓ પણ આવા માનવતાભર્યા સેવાકાર્યોમાં યથાશક્તિ સહયોગ આપે. તમારા સહયોગથી કોઈ જરૂરિયાતમંદના જીવનમાં રાહત, કોઈ પરિવારના ચહેરા પર સ્મિત અને કોઈના જીવનમાં નવી આશા આવી શકે છે.સેવાકાર્યો માટે ડોનેશન આવકાર્ય છે. તમારો નાનો સહયોગ પણ કોઈ જરૂરિયાતમંદ માટે મોટો આધાર બની શકે છે.વધુ માહીતી માટે મોબાઇલ નંબર ૯૦૧૬૯ ૭૬૯૫૪ ઉપર સંપર્ક કરવા જણાવાયેલ છે. 










Latest News