મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામ પાસે આખલા સાથે બાઇક અથડાતાં વૃદ્ધનું મોત


SHARE



















મોરબીના શનાળા ગામ પાસે આખલા સાથે બાઇક અથડાતાં વૃદ્ધનું મોત

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલા શોરૂમ સામેના ભાગમાંથી વૃદ્ધ બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓનું બાઈક આખલા સાથે અથડાયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં વૃદ્ધને માથા,  છાતી અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધના દીકરાની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના સનાળા ગામે સતી પ્લોટ શક્તિ માતાજીના મંદિરની બાજુમાં રહેતા બાલુભાઈ ગોકળભાઈ મેરજા (68) નામના વૃદ્ધ પોતે પોતાનું બાઈક નંબર જીજે 3 ડીપી 2023 લઈને મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ટોયાટોના શોરૂમ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓનું બાઈક રસ્તા ઉપર આખલા સાથે અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં તેઓને માથા, છાતી અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના દીકરા જીતેન્દ્રભાઈ બાલુભાઈ મેરજા (46) રહે. હાલ સનાળા વાળાની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા પુંજાભાઈ લાલજીભાઈ ચૌહાણ (65) નામના વૃદ્ધ મોરબીમાં ત્રિકોણબાગ પાસે પોસ્ટ ઓફિસ નજીક હતા ત્યારે એકટીવા અને રિક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં વૃદ્ધને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીની વાવડી ચોકડી પાસે આવેલ ઓવરબ્રિજ નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં સુનીલ જયેશભાઈ મારુ (25) રહે. ભાવનગર વાળા ને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

યુવાનને માર માર્યો

હળવદમાં આવેલ સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા પ્રભાતભાઈ લક્ષ્મણભાઈ સુરેલા (27) નામના યુવાનને આંબેડકર સર્કલ પાસે હતો ત્યારે બે શખ્સોએ માર માર્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.










Latest News