મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઘૂસી ગયેલા શખ્સને ફાર્મ હાઉસે લઈ જઈને માર મારીને હત્યા કરવાના ગુનામાં આરોપીના જામીન નામંજૂર


SHARE



















મોરબીમાં ઘૂસી ગયેલા શખ્સને ફાર્મ હાઉસે લઈ જઈને માર મારીને હત્યા કરવાના ગુનામાં આરોપીના જામીન નામંજૂર

મોરબીમાં યુવાનના ઘરમાં એક શખ્સ ઘૂસી ગયો હતો જેને કારમાં ફાર્મ હાઉસ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેને માર મરવામાં આવેલ હતો જેથી યુવાનનું મોત નીપજયું હતું અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં છ આરોપીને પકડવામાં આવ્યા હતા જે આરોપીઓ પૈકી એક આરોપીએ કોર્ટમાં જામીન અરજી કરી હતી જેને મોરબીની કોર્ટે ફગાવી દીધી છે અને અરજીને નામંજૂર કરી છે.

વાંકાનેરના સમથેરવા ગામની સીમમાંથી તા. 8/4/26 ના રોજ નિર્વસ્ત્ર હાલતમાં અજાણ્યા પુરુષની લાશ મળી હતી જેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને તેની નોંધ કરીને તપાસ શરૂ કરી હતી અને યુવાનની હત્યા કરવામાં આવી હોવનું સામે આવ્યું હતું જેથી એલસીબીની ટીમે 6 શખ્સોની હત્યના ગુનામાં ધરપકડ કરી હતી અને આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, મૃતક અજાણ્યો પુરુષ આરોપી સંદીપ ધનજીભાઈ ઝાલરીયાના મોરબીમાં આવેલ ઘરે ઘૂસી ગયો હતો અને ચોરી કરવાના ઈરાદે આવ્યો હોય તેના ખિસ્સામાંથી આરોપીની કાર અને એકટીવાની ચાવીઓ મળી આવી હતી જેથી આ અજાણ્યા પુરુષને ઈનોવા કારમાં બેસાડીને માથક નજીક પોતાના સોલાર ફાર્મમાં લઇ ગયા હતા અને ત્યાં 6 શખ્સોએ પીવીસી પાઈપથી ઢોર માર માર્યો હતો અને બાદમાં આ યુવાનને કારમાં લઈ જઈને સમથેરવા ગામની સીમમાં નાખી આવ્યા હતા

જો કે, પોલીસે હત્યાના આ ગુનામાં આરોપી સંદીપ ધનજીભાઈ ઝાલરીયા, એલીસ જસમતભાઈ ઉર્ફે જયંતીભાઈ ઝાલરીયા, દિવ્યેશ ગોવિંદભાઈ ઝાલરીયા, મુન્નો ઉર્ફે વરુણ રૈયાભાઈ ગોલતર, રાજેશ રમેશ ડાભી અને રાજીવ ઉર્ફે રાજુ કામેશ્વરપ્રસાદ શ્રીવાસ્તવનની ધરપકડ કરી હતી અને તેઓની પાસેથી ઈનોવા કાર, 6 મોબાઈલ સહિત 11 લાખનો મુદમાલા કબ્જે કર્યો હતો. આ આરોપીઓ જેલમાં છે તેવામાં આરોપી દિવ્યેશ ગોવિંદભાઈ ઝાલરીયાએ વકીલ મારફત બીજા એડીશનલ સેસન્સ જજ મોરબીની કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેનો મદદનીસ સરકારી વકીલ સંજયભાઇ દવેએ ધારદાર દલીલો કરીને વિરોધ કર્યો હતો અને બચાવ પક્ષે કરેલી દલીલોને કાઉન્ટર કરતા કહ્યું હતું કે, તપાસ પૂર્ણ થઇ ગઈ અને ચાર્જશીટ ફાઈલ થવાથી અરજદાર આપોઆપ જામીન મેળવવા હકદાર બનતા નથી સહિતની દલીલ કરી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપીની જામીન અરજી નામંજુર કરી છે










Latest News