મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સીવણ કામ શીખવા માટે ગયેલ ટંકારા તાલુકાની સગીરાનું અપહરણ


SHARE



















વાંકાનેરમાં સીવણ કામ શીખવા માટે ગયેલ ટંકારા તાલુકાની સગીરાનું અપહરણ

ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીને લલચાવી ફોસલાવીને વાંકાનેરથી અપહરણ કરીને લઈ જવામાં આવેલ છે જેથી કરીને સગીરાના પરિવારજન દ્વારા હાલમાં સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી સામે નામ જોગ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તેમજ સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરી છે.

હાલમાં મળતી માહિતી મુજબ ટંકારામા રહેતા પરિવારની સગીર દીકરી સીવણ કામ શીખવા માટે વાંકાનેરમાં તેની મોટી બહેનના ઘરે ગઈ હતી. ત્યારબાદ સાંજના સુમારે તે ઘરે કોઈને કશું જ ખ્યા વગર ક્યાંક ચાલી ગઈ છે તેને શોધવા છતાં પણ કોઈ જ્ગ્યાએથી તેનો પત્તો લાગ્યો નથી જેથી કરીને હાલમાં ઘરની સામેના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં ભરતભાઈ બાબુભાઈ વડેચા નામનો શખ્સ સગીરાને પોતાના બાઈક ઉપર બેસાડીને લઈ જતો હોવાનું દેખાઈ છે જેથી કરીને ભોગ બનેલ સગીરાના પિતાએ વાકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ભરતભાઈ બાબુભાઈ વડેચા નામના શખ્સની સામે અપહરણની નામ જોગ ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરી છે.










Latest News