મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના કુબેરનગર પાસે બાઈક સાથે બાઈક અથડાતા પિતા-પુત્રી સારવારમાં


SHARE



















મોરબીના કુબેરનગર પાસે બાઈક સાથે બાઈક અથડાતા પિતા-પુત્રી સારવારમાં

 

મોરબીના નવલખી રોડ કુબેરનગરની પાસે ડબલ સવારી બાઈકની સાથે અન્ય બાઈક અથડાયુ હતું. આ બનાવમાં પ્રવિણભાઈ બાબુભાઈ પરમાર (40) અને દ્દષ્ટિબેન પ્રવિણભાઈ પરમાર (25) રહે. નાની વાવડીને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જયારે લાતીપ્લોટમાં રહેતા આદમ અકબરભાઈ નોતીયાર (17)ને ઘર નજીક 5-6 લોકોએ લોખંડના પાઈપ વડે માર મારતા સિવિલે સારવાર માટે ખસેડાયો હતો. ધ્રાંગધ્રા હળવદની વચ્ચે ચુલીના ટોલનાકા પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લીધુ હતું જે બનાવમાં પરેશ પ્રેમજીભાઈ મકવાણા (20) રહે. જુના ઈસનપુર તા. હળવદને ઈજાઓ થયેલી હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

દવા પી લીધી
 હળવદના રાતાભેર ગામે જેરામભાઈ રૂપાભાઈ ઈન્દરીયાની વાડીએ રહેતા રોહિત દિનેશભાઈ ઈન્દરીયા (22) નામના યુવાને કોઈ કારણોસર વાડીએ દવા પી લેતા મંગલમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જયારે વાંકાનેર ભાટીયા સોસાયટીમાં રહેતા ઈકબાલશા દિલાવરશા ફકીર (45)એ ઘરે અગમ્ય કારણોસર ફીનાઈલ પી લીધી હોય સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં
 ટંકારાના હળમતીયા ગામે ગોકુલ સિમેન્ટ પ્રોડકટ ફેકટરીમાં રહીને ત્યાં જ મજુરી કામ કરતા જીતેન્દ્ર કૈલાષભાઈ પારઘી નામના 22 વર્ષના યુવાને નશાની હાલતમાં બીજા માળેથી કુદકો મારતા ઈજાગ્રસ્ત હાલતમાં અત્રેની સીવીલે લાવવામાં આવ્યો હતો. મોરબી પોલીસ મથકના રમેશભાઈ મૈયડે પ્રાથમીક તપાસ કરી વધુ તપાસ માટે ટંકારા પોલીસને જાણ કરી હતી.  ટંકારાના જ મિતાણા ગામે મચ્છાભાઈ ભરવાડની વાડીએ ઝેરી જનાવર કરડી જતા સપનાબેન ભવાનભાઈ તળવી નામની 25 વર્ષની યુવતીને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.

વાહન અકસ્માત
 ચોટીલાના દેવસર ગામે રહેતો જનક અમરશીભાઈ વાઘેલા નામનો 17 વર્ષનો યુવાન ગામ પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે અજાણ્યા કાર ચાલકે તેને હડફેટે લેતા મોરબીની આયુષ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જયારે માળીયા (મીં)ના મોટા દહીસરા ગામે મહેન્દ્રસિંહ ઝાલાના ખેતરે ઝેરી જનાવર કરડી જતા દિનેશ નાનજીભાઈ અદગામા (30) રહે. મોટા દહીંસરાને સારવાર માટે મોરબી ખસેડાયો હતો. સામાકાંઠે જુની કુબેર ટોકીઝની પાછળ પાણીના ટાંકા પાસે રહેતા યોગેશ દેવાભાઈ કુંઢીયા (25)ને ઘરે ત્રણેક લોકોએ ઢીકાપાટુ વડે માર મારતા સારવાર માટે સિવિલે લવાયો હતો. મહેન્દ્રનગર ગામે આવેલ સર્વોપરી સ્કુલ પાસે રહેતા લલીતભાઈ દુદાભાઈ ઝાલા (46)ને વાંકાનેર હાઈવે લાલપર ગામ નજીક આવેલા વિશાલ ફર્નીચરની પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજાઓ થતા સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો










Latest News