મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન


SHARE



















મોરબીના પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કાલે શરદપૂર્ણિમા નિમિતે રાસોત્સવનું આયોજન

શરદ પૂર્ણિમા નિમિતે દર વર્ષે મોરબીમાં પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે મોરબી શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્રારા શરદોત્સવનું આયોજન કરાયું છે જેમાં ભૂદેવોને સહપરિવાર આવવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

મોરબીમાં શ્રી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સમગ્ર બ્રહ્મ સમાજ માટે શરદપૂર્ણિમા મહારાસોત્સવ– 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ તા. 25 ઓક્ટોબરને રવિવારના રોજ રાત્રે 8 વાગ્યાથી મોરબીમાં ઉમા ટાઉનશીપની સામેના ભાગમાં આવેલ માં નવરાત્રિના ગ્રાઉન્ડમાં ભારતી વિદ્યાલય પાસે યોજાશે. અને શરદપૂર્ણિમાના પવિત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાનારા મહા રાસોત્સવમાં માતાજી જગદંબાની આરાધના સાથે ભૂદેવો રાસ ગરબાની રમઝટ બોલાવશે. જેથી કરીને સમાજના ભાઈઓ-બહેનોને આ કાર્યક્રમમાં આવવા માટે પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની ટીમે આમંત્રણ પાઠવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ કૌશલભાઈ મહેતા અને મહામંત્રી ધર્મેશભાઈ રાવલ તેમજ વિશ્વાસભાઈ જોષી સહિતની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.










Latest News