મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીની અવની ચોકડીએ બોલેરોએ બાઈકને હડફેટે લેતા ત્રણ યુવાનો સારવારમાં


SHARE



















મોરબીની અવની ચોકડીએ બોલેરોએ બાઈકને હડફેટે લેતા ત્રણ યુવાનો સારવારમાં

 

મોરબીની અવની ચોકડી પાસે વાહન અકસ્માત બનાવમાં ઘવાયેલ ત્રણ યુવાનોને સારવાર માટે લઈ જવાયા હતા. બોલેરોના ચાલકે બાઈકને ટકકર મારતા સર્જાયેલ અકસ્માત બનાવમાં સંજય સુરેશભાઈ ડાભી (20), ચિરાગ કાનજીભાઈ કણઝારીયા (18) અને તરૂણ દિનેશભાઈ કણઝારીયા રહે. ત્રણેય મોમ્સ હોટલની પાછળ શનાળા રોડ મોરબીને ઈજાઓ થયેલ હોય સારવાર માટે લઈ જવાયા હતા. એ ડીવીઝન પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરેલ છે.

જયારે અકસ્માતનો બીજો બનાવ શનાળા રોડ નવા બસ સ્ટેશન પાસે બન્યો હતો. જયાં વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા અજય ઈન્દુભાઈ ઓઝા (20) રહે. પંચાસર રોડને સારવારમાં ખસેડાયો હતો. તેમજ કચ્છના રાપર તાલુકાના ખેડુકાવાન ગામે રહેતો જગદીશ ગંગારામ ગોહિલન નામનો યુવાન બાઈક લઈને પોતાના ગામેથી મોબાઈ મોરા (કચ્છ) જતો હતો. ત્યારે રસ્તામાં આડેસર ગામ પાસે ચકકર આવતા પડી ગયો હોય વધુ સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં
 મોરબી-રાજકોટ હાઈવે ઉપર શનાળા ગામ પાસે આવેલા ટાટાના શોરૂમની પાસે કાર સાથે અન્ય કાર અથડાતા ઘવાયેલા કશ્યપ ચમનવન ગૌસ્વામી (38) રહે. નંદેશ્ર્વર મહાદે મંદિર એલઈ કોલેજ પાસે સામાકાંઠેને સિવિલે સારવાર માટે ખસેડાયો હતો. જયારે વાઘપર ગામે હરજી ડાયાભાઈ કડીવારની વાડીએ કોઈ કારણોસર દવા પી જતા ભોળીબેન દેસીંગભાઈ નાઈકા (20)ને સારવારમાં લવાતા તાલુકા પોલીસે નોંધ કરી તપાસ કરી હતી.

મારામારી
 ટંકારાના જોધપર ઝાલા ગામે મારામારીમાં નિલેશ લાધુભાઈ બાંભવા (43) અને સામા પક્ષેથી રમેશ હકાભાઈ બાંભવા (24) તથા હકાભાઈ આંબાભાઈ બાંભવા (55)ને ઈજાઓ થયેલ હોય સારવાર માટે અહિની સિવિલે લાવવામાં આવ્યા હતા. જયારે માળીયા (મીં) ખાતે રહેતા જુસબ હનીફભાઈ મોવર (26)ને અને માળીયા (મીં)ના અંજીયાસર ગામે રહેતા અબ્બાસ હબીબભાઈ જેડા (25)ને પણ મારામારીમાં ઈજાઓ થયેલ હોય બંનેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માત
 વાંકાનેર હાઈવે મકનસર-રફાળેશ્વરની વચ્ચે થયેલા અકસ્માત બનાવમાં રીક્ષામાં બેસીને જઈ રહેલા રમેશભાઈ ભીમજીભાઈ પંડયા (42) રહે. મહેન્દ્રનગરને ઈજાઓ થતા સારવારમાં લઈ જવાયો હતો. જયારે વાંકાનેરના સરતાનપર રોડે આવેલ ઓશો સેનેટરી નામના યુનીટ ખાતે રહી મજુરીકામ કરતા દિલીપ ગંગારામ પાલ (28) યુનીટમાં કામ દરમ્યાન પડી જતા પગ ભાંગી ગયેલ હોય વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. હળવદ રોડ રામકો વિલેજની પાસે મારામારીમાં ઈજા પામેલ ભરતભાઈ જાદવજીભાઈ સોરીયા (46) રહે. ઘુંટુને ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા










Latest News