મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને કૃષ્ણનગર ગામે બેભાન થઈ ગયેલ આધેડ મહિલાનું મોત


SHARE



















મોરબીના લાલપર પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને કૃષ્ણનગર ગામે બેભાન થઈ ગયેલ આધેડ મહિલાનું મોત

મોરબીના લાલપર ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં કોઈપણ કારણસર પડી જતા યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયું હતું જ્યારે મોરબીના કૃષ્ણનગર કોયલી ગામે રહેતા આધેડ મહિલા કોઈપણ કારણોસર વાડી નજીક બેભાન થઈ ગયા હતા જેથી તેઓને હોસ્પિટલે લઈને આવતા ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા અને આ બંને બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાઈ છે

મોરબીના લાલપર ગામ પાસે કારખાનામાં રહેતો યુવાન રંજનકુમાર લાલબાપુ રાય (25) લાલપર ગામની સીમમાં મેઘજીભાઈ પટેલની વાડી સામે અકસ્માતે કોઈ પણ કારણોસર કેનાલમાં પડી ગયો હતો અને ત્યાં પાણીમાં ડૂબી જવાના કારણે તેનુ મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે મોરબી તાલુકાના કૃષ્ણનગર કોયલી ગામે રહેતા સુનિતાબેન ગોપાલભાઈ સોલંકી (50) નામના આધેડ મહિલા રાત્રિના નવેક વાગ્યાના અરસામાં કોઈપણ કારણોસર વાસુરભાઈની વાડીએ બેભાન થઈ જતા તેઓને મૃત હાલતમાં મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે










Latest News