મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં એક માસના બાળકનું મોત : બીમારી સબબ મહિલાનું મૃત્યુ


SHARE



















મોરબીમાં એક માસના બાળકનું મોત : બીમારી સબબ મહિલાનું મૃત્યુ

મોરબી-જેતપર રોડ પાવડીયારી પાસે આવેલ લેમસ્ટોન સિરામીક લેબર કવાર્ટરમાં રહીને મજુરીકામ કરતા પરીવારના એક માસના નયન કિશોરભાઈ ભાંભોર નામના બાળકને મૃત હાલતમાં અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો. તાલુકા પોલીસને જાણ થતા સ્ટાફના નંદરામભાઈ મેસવાણીયાએ તપાસ કરતા બાળકે સ્તનપાન કર્યા બાદ દૂધ શ્વાસનળીમાં જતા શ્વાસ રૂંધાઈ જવાથી બાળકનું મોત નિપજયું હતું. તેમ જાણવા મળેલ છે.

જયારે વીસીપરામાં રહેતા સંગીતાબેન અનિલભાઈ ઝાંઝરીયા (35) નામના મહીલાને ગત તા.19-10ના રોજ બીમારી સબબ મોરબી સીવીલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સીવીલે ખસેડાયા હતા. સારવાર દરમ્યાન સંગીતાબેનનું મોત નિપજયું હતું. બી ડીવીઝન પોલીસ સ્ટેશનના સતીષભાઈ ગળચરે તપાસ કરી હતી.

મારામારી
 વાંકાનેરના રાજ ખીજડીયા ગામે મારામારીમાં ઈજા થતા મોમભાઈ ભીખાભાઈ ડાભી (65), જોનીત મોમભાઈ (25), સાગર મોમભાઈ (30), ભરત મૈયાભાઈ ગઢીયા (30) અને ચંદુ મેલાભાઈ ફાંગલીયા (36)ને તેમજ સામે પક્ષના મોમભાઈ પોલાભાઈ ગારીયા (65), કરણ ભીખાભાઈ ડાભી (45) અને કુંવર નવઘણ ફાંગલીયા (36) રહે. તમામ રાજખીજડીયા તા. વાંકાનેરને સારવારમાં મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા.

ફિનાઈલ પીધુ
 નવા ટીંબડી ગામે રહેતા નિશાબેન અલ્પેશભાઈ સાબરીયા (22)એ કોઈ કારણોસર ફીનાઈલ પી લેતા સારવાર માટે ખાનગી હોસ્પીટલે ખસેડાયા હતા. જયારે રાજપર ગામે શકિત મેટલ ખાતે રહેતા શાહબીરખાન રાજુભાઈ (35) નામના યુવાનને મારામારીમાં ઈજા થતા સારવારમાં સિવિલે ખસેડાયો હતો. રાજપર ગામે રામજી મંદિર પાસે રહેતા સીમાબેન મુકેશભાઈ બદ્રકીયા (47)ને જેઠાણી સાથે મારામારીમાં ઈજા થતા સિવિલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માત
રફાળેશ્વર ગામની પાસે થયેલા વાહન અકસ્માત બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા અમિત રાયવિનયભાઈ પ્રાણપતિ (18) રહે. ભીમસરને સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યો હતો. તેમજ નીચી માંડલ ગામે રહેતા આરતીબેન વિક્રમભાઈ કુંઢીયા (34)એ અકળ કારણોસર ફીનાઈલ પી લેતા સારવારમાં અત્રેની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

ફીનાઈલ પીધુ

 નવલખી રોડ પવિત્ર હોટલની પાસે ફીનાઈલ પી લેતા અલ્લારખા કાસમભાઈ સુમરા (21) રહે. વનાળીયાને સીવીલે સારવાર માટે ખસેડાયો હતો. તેમજ મુળ મધ્યપ્રદેશ હાલ મોરબી રહેતા સંગીતાબેન ભુરાભાઈ ભાંભર (40) નામની મહીલા હળવદના ઘાંટીલા (ટીકર) ગામે પગપાળા જઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા બાઈક ચાલકે ટકકર મારતા ઈજા પામ્યા હોય અત્રેની આયુષ હોસ્પિટલે લવાયા હતા. મહેન્દ્રનગર ચોકડી પુજારા ટેલીકોમ પાસે થયેલ મારામારીમાં ઘવાયેલા વાઘજી ઉર્ફે રાહુલ રમેશભાઈ ધામેચા (22) રહે. મફતપરા ઉમા ટાઉનશીપ સામે વેજીટેબલ રોડને સારવારમાં ખસેડાયો હતો.










Latest News