મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

હળવદના કડીયાણા ગામે ૧૦૭.૩૯ લાખના ખર્ચે તળાવનું રિનોવેશન પૂર્ણ


SHARE



















હળવદના કડીયાણા ગામે ૧૦૭.૩૯ લાખના ખર્ચે તળાવનું રિનોવેશન પૂર્ણ

હળવદના કડીયાણા ગામે વર્ષ ૧૯૮૩માં નિર્મિત નાની સિંચાઈ યોજનાના તળાવનું ૧૦૭.૩૯ લાખના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૬માં પૂર્ણ થયેલી આ કામગીરીથી તળાવની જળસંગ્રહ ક્ષમતામાં અંદાજે ૫૨૭ લાખ લીટર (૧.૮૬ MCFT)નો વધારો થયો છે. તેમ મોરબી જિલ્લાના સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું છે.

આ રિનોવેશન દરમિયાન તળાવને ઊંડું ઉતારવાની સાથે બંધના માટીપાળાનું મજબૂતીકરણ અને ઢોળાવ પર નવું પથ્થર પીચિંગ કરવામાં આવ્યું છે. આ યોજનામાં આશરે ૪૮ એકર કમાન્ડ વિસ્તારનો સમાવેશ થાય છે તથા ૩૦ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાક માટે સિંચાઈની સંભાવના રહેલી છે. આ તળાવની જળસંગ્રહ ક્ષમતામાં વધારો થવાથી વરસાદી પાણીનો વધુ સારો સંગ્રહ થશે. પરિણામે ખેતી માટે પાણીની ઉપલબ્ધતા સુધરવાની સાથે ભૂગર્ભજળની સપાટીમાં સુધારો થવાની અને ખેડૂતોના આર્થિક જીવનધોરણમાં વૃદ્ધિ થવાની સંભાવના છે.










Latest News