મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આર્થિક મુશ્કેલીઓ વચ્ચે જીવતા પરિવારોને મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ બતાવી ખુશીઓ વહેંચી


SHARE



















મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આર્થિક મુશ્કેલીઓ વચ્ચે જીવતા પરિવારોને મલ્ટીપ્લેક્સમાં ફિલ્મ બતાવી ખુશીઓ વહેંચી

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ‘આનંદ સૌનો, અધિકાર સૌનો’ અભિયાન અંતર્ગત અનોખી પહેલ કરવામાં આવી હતી. આ અભિયાન હેઠળ વંચિત વિસ્તારોનાં બાળકો, સરકારી શાળાના વિદ્યાર્થીઓ અને જરૂરિયાતમંદ પરિવારો સહિત 600થી વધુ લોકોને મલ્ટીપ્લેક્સમાં ફિલ્મનો વિશેષ શો બતાવી મનોરંજનની ખુશીઓમાં સહભાગી બનાવવામાં આવ્યા હતા.

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે આર્થિક પરિસ્થિતિને કારણે મનોરંજનની તકોથી વંચિત રહી જતા લોકોને પણ અન્ય લોકોની જેમ આનંદ માણવાની તક પૂરી પાડી હતી. આ પહેલનો ઉદ્દેશ માત્ર ફિલ્મ બતાવવા પૂરતો સીમિત ન રહેતાં દરેક બાળક અને પરિવારને સમાજમાં સમાન સ્થાન, સન્માન અને સહભાગિતાનો અહેસાસ કરાવવાનો હતો. વધુમાં ડૉ. દેવેન રબારીએ જણાવ્યુ હતું કે, આર્થિક સ્થિતિમાં ભિન્નતા હોઈ શકે છે, પરંતુ ખુશીઓ માણવાની તક અને વ્યક્તિના સન્માનમાં કોઈ તફાવત હોવો જોઈએ નહીં. ગરીબ પરિવારમાં જન્મેલા બાળકની ઇચ્છાઓ, સપનાં અને મનોરંજનની જરૂરિયાતો અન્ય બાળકો કરતાં ઓછી નથી. તેથી આ પ્રકારના આયોજન પાછળ કોઈના પર ઉપકાર કરવાની ભાવના નહીં, પરંતુ સૌને સમાન સન્માન સાથે ખુશીઓમાં ભાગીદાર બનાવવાનો વિચાર રહેલો છે. અને યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા વર્ષોથી તહેવારો અને વિવિધ પ્રસંગોએ વંચિત બાળકો તથા જરૂરિયાતમંદ પરિવારો માટે ભોજન, મનોરંજન, આનંદોત્સવ અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આ સેવાકાર્યોનો મુખ્ય ઉદ્દેશ માત્ર જરૂરિયાતમંદોને મદદ પૂરી પાડવાનો નથી, પરંતુ સમાજમાં પરસ્પર સન્માન, આત્મગૌરવ અને સહભાગિતાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો છે.










Latest News