મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 8 મહિલા 39,750 ની રોકડ સાથે પકડાઈ


SHARE



















મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 8 મહિલા 39,750 ની રોકડ સાથે પકડાઈ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા આઠ મહિલા મળી આવી હતી જેથી પોલીસે તેને પકડીને તેની પાસેથી 39,750 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની મેઇન શેરીમાં જાહેરમાં મહિલાઓ જુગાર રમતી હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી મંજુબેન નાથાભાઈ લુણી રહે. વાવડી રોડ કબીર આશ્રમ સામે ભૂમિ ટાવર પાછળ શિવશક્તિ સોસાયટી મોરબી, પૂજાબેન મનીષભાઈ સેરસિયા (33) રહે. નાની વાવડી કબીરાશ્રમ સામે ભૂમિ ટાવરની બાજુમાં શિવશક્તિ સોસાયટી મોરબી, દિવ્યાબા દેવદીપસિંહ જાડેજા (35) રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ સનાળા રોડ મોરબી, ટ્વિંકલબેન નરેશભાઈ જાસાપરા (33) રહે. રામેશ્વર પાર્ક સીએનજી પમ્પની પાછળ મહેન્દ્રનગર, વિલ્પાબેન હસમુખભાઈ વરમોરા (42) રહે. પ્રભુ કૃપા સામે ક્રાંતિજ્યોત એપાર્ટમેન્ટ બ્લોક નં. 3 ફ્લેટ નં. 303 મોરબી, પાયલબેન ઉર્ફે સોનલબેન સુરેશભાઈ રાઠોડ (40) રહે. મહેન્દ્રપરા શેરી નં. 13 મોરબી, ધનેશ્વરીબેન સંજયભાઈ સોનાગ્રા (35) રહે. પંચાસર રોડ અભીનવ સ્કૂલની બાજુમાં રોહન પાર્ક મોરબી તથા લીલાબેન ઉર્ફે ઈલાબેન આનંદભાઈ મહાલીયા (63) રહે. એમ 705 ગુજરાત હાઉસિંગ બોર્ડ સનાળા રોડ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 39,750 ની રોકડ કબજે કરી હતી અને તમામ મહિલાઓને પકડીને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.










Latest News