મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવમાં એક મહિલા અને બે યુવાનના મોત


SHARE



















મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવમાં એક મહિલા અને બે યુવાનના મોત

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ શ્રીજી નગરમાં રહેતી પરણીતાએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો જ્યારે મોરબીના જિકિયારી ગામે રહેતા યુવાનને ઘરે હતો ત્યારે ત્યાં હાર્ટ એટેક આવી જતાં તેને બેભાન હાલતમાં હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં ડોક્ટર તેને જોઇ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને વાંકાનેરના લુણસર ગામે રહેતા યુવાને કોઈપણ કારણોસર પોતાની વાડીએ ઝેરી દવા પી લેતા તેને સારવારમાં મોરબી લાવ્યા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું છે હાલમાં અપમૃત્યુના ત્રણેય બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં શ્રીજી નગર ખાતે રહેતા કાજલબેન ભાવિકભાઈ મલાર (25) નામની મહિલાએ કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર પંખા સાથે દુપાટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે મહિલાનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સરકારી હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે મોરબીના જિકિયારી ગામે રહેતા રમેશભાઈ ભલાભાઇ સોલંકી (45) નામના યુવાનને તેના જ ઘરે હાર્ટ અટેક આવી જતા બેભાન હાલતમાં તેને સારવાર માટે ચરાડવા ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વાંકાનેરના લુણસર ગામે રહેતા મનોજભાઈ શામજીભાઈ વાઘેલા (40) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાની વાડીએ હતો ત્યારે ત્યાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.










Latest News