મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા યુવાનના બિહારના ગોપાલગંજ ખાતે આવેલ બીઓઆઈ ખાતામાંથી 80 હજાર રૂપિયા ઉપાડી ગયા !


SHARE



















મોરબીમાં રહેતા યુવાનના બિહારના ગોપાલગંજ ખાતે આવેલ બીઓઆઈ ખાતામાંથી 80 હજાર રૂપિયા ઉપાડી ગયા !

મોરબીના વીસીપરામાં આવેલ લાયન્સનગર ચરમારીયા દાદાના મંદિર પાસે રહેતા યુવાનના બીઓઆઈ ના બિહારના ગોપાલગંજ ખાતે આવેલી બ્રાન્ચના એકાઉન્ટમાંથી યેનકેન પ્રકારે 80,000 રૂપિયા જેટલી રકમ કોઈ અજાણ્ય શખ્સ દ્વારા મેળવી લેવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ બિહારના ગોપાલગંજ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના વીસીપરામાં આવેલ લાયન્સનગર ચરમારીયા દાદાના મંદિર પાસે રમૈયા મહંતોના મકાનમાં ભાડેથી રહેતા બડેલાલપ્રસાદ ચંદ્રસેનપ્રસાદ (29) એ હાલમાં અજાણ્યા શખ્સની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છેતરપીડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે આરોપી યુપીઆઈ આઈડી ધારકએ ફરિયાદીના બેન્ક ઓફ ઇન્ડિયાના બિહારના ગોપાલગંજની બ્રાન્ચના એકાઉન્ટ નંબર 575510110001706 માંથી કોઈપણ પ્રકારે 80 હજાર રૂપિયા મેળવી લીધેલ છે અને ફરિયાદીની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરાયેલ છે










Latest News