મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જુદીજુદી બે દુકાનમાંથી શંકાસ્પદ 42 મોબાઈલ સાથે 2 દુકાનદાર પકડાયા


SHARE



















મોરબીમાં જુદીજુદી બે દુકાનમાંથી શંકાસ્પદ 42 મોબાઈલ સાથે 2 દુકાનદાર પકડાયા

મોરબી જિલ્લા એસઓજીની ટીમ દ્વારા રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ જુદી જુદી બે મોબાઇલની દુકાનમાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે મોબાઇલની દુકાનમાંથી 42 મોબાઈલ ફોન બિલ કે આધાર પુરાવા વગરના મળી આવ્યા હતા જેથી 21,000 રૂપિયાની કિંમતમાં મોબાઈલ ફોન સાથે બંને દુકાનદારને પકડવામાં આવ્યા હતા અને તેની સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લા એસઓજીની ટીમ દ્વારા મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ અલગ અલગ બે મોબાઈલની દુકાન નીલકંઠ મોબાઇલ તથા શિવ શક્તિ એસેસરીઝમાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે દુકાનમાંથી અલગ અલગ કંપનીના કુલ મળીને 42 જેટલા મોબાઈલ મળી આવ્યા હતા જે બાબતે પોલીસ દ્વારા દુકાનદારની પૂછપરછ કરવામાં આવતા તેઓની પાસે બિલ કે કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા અને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી કરીને 21 હજારની કિંમતના મોબાઈલ ફોન સાથે દુકાનદાર ગજેન્દ્રસિંહ ભોપાલસિંહ ધવેશ રહે. લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 302 મોરબી તથા વિષ્ણુભાઈ સમનારામજી ચૌધરી રહે. વાવડી રોડ ગાયત્રી નગર હરિ પાર્ક સોસાયટી મોરબી વાળાને પકડવામાં આવેલ છે અને આ શખ્સો પાસેથી મળી આવેલા મોબાઇલ ફોન ચોરી કે છળકપટથી મેળવેલ હોવાથી શક્યતા છે જેથી બીએનએસની કલમ 106 (1) મુજબની પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મુદામાલ તથા બન્ને દુકાનદાર સોંપી દેવામાં આવ્યા છે.










Latest News