મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના કલેકટર દ્વારા બેલા(આ.) ગામની ગ્રામ પંચાયતની દફતર તપાસણી કરાઇ


SHARE



















મોરબીના કલેકટર દ્વારા બેલા(આ.) ગામની ગ્રામ પંચાયતની દફતર તપાસણી કરાઇ

બેલા(આ.) ગામ ખાતે ગ્રામ પંચાયતની દફતર તપાસણી દરમિયાન ગામતળ નક્શો, દરેક ગામ નમૂના નંબરના રેકોર્ડ તથા ગ્રામ પંચાયત હેઠળ આવતા તમામ રેકોર્ડ રજીસ્ટરની જીણવટ પૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ ગામના ખરાબા, ગૌચર અને વીડી વિસ્તારની પ્રત્યક્ષ સ્થળ ચકાસણી કરી હતી. આ ઉપરાંત પાત્ર નાગરિકોને પ્રોપર્ટી કાર્ડ તાત્કાલિક મળી જાય તે અંગે સૂચન કર્યું હતું તથા ગામલોકો સરકારી યોજનાઓ વિશે જાણે અને વધુમાં વધુ લોકો લાભ લઈ સુવિધાયુક્ત અને સુખાકારી જીવન જીવી શકે તે માટે હાજર અધિકારીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ ગામની મુલાકાત દરમિયાન ગામના પેટા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ હાજર ડૉક્ટર સાથે ગામ લોકોનું જીવન સ્વાસ્થપૂર્ણ બને તે અંગે ચર્ચા કરી હતી ત્યારબાદ ગામની શાળા અને આંગળવાડીની પણ મુલાકાત લીધી જ્યાં હાજર બાળકોને શૈક્ષણિક પ્રશ્નો પૂછ્યા હતાં અને તેમની જોડે વાર્તાલાપ કર્યો હતો તથા કલેકટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા બાળકોને આપવામાં આવતા મધ્યાન ભોજનની જાતે પ્રત્યક્ષ રીતે ચાખીને સ્વાદ તથા ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી અને કાયમી આ મુજબ જ બાળકોને પોષણયુક્ત અને ગુણવત્તાયુક્ત આહાર મળે તે બાબત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત સસ્તા અનાજની દુકાનની મુલાકાત કરી રેકોર્ડ મુજબ અનાજના જથ્થાની ખરાઈ કરવા આવી હતી.










Latest News