મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સ્પે. ખેલ મહાકુંભ-૨૦૨૬માં ભાગ લેવા દિવ્યાંગ ખેલાડીઓને અનુરોધ


SHARE



















મોરબી જીલ્લામાં સ્પે. ખેલ મહાકુંભ-૨૦૨૬માં ભાગ લેવા દિવ્યાંગ ખેલાડીઓને અનુરોધ

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સ્પે. ખેલ મહાકુંભ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં મોરબી જિલ્લાના વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ખેલાડીઓ માટે જિલ્લાકક્ષાથી રાજ્યકક્ષા સુધી વિવિધ રમત સ્પર્ધાઓ યોજવામાં આવશે.

આ સ્પર્ધામાં કુલ ૨૧ પ્રકારની દિવ્યાંગ કેટેગરીનો સમાવેશ થાય છે, જેમાં સંપૂર્ણ દ્રષ્ટિહીનતા, ઓછી દ્રષ્ટિ, બહુવિધ અપંગતા, હિમોફિલિયા, થેલેસેમિયા, સિકલ સેલ, ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી, શ્રવણ ક્ષતિ, વાણી અને ભાષાની અક્ષમતા, બૌદ્ધિક અક્ષમતા, માનસિક બીમારી, હલનચલનની વિકલાંગતા, ઠીંગણાપણું, એસિડ એટેક પીડિત તથા અન્ય માન્ય કેટેગરીઓનો સમાવેશ થાય છે. અને આ સ્પર્ધાઓમાં ખેલાડીની દિવ્યાંગતા અને વયજૂથ અનુસાર એથ્લેટિક્સ, ક્રિકેટ, ચેસ, વોલીબોલ, બાસ્કેટબોલ, સ્વિમિંગ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, સાઇકલિંગ, પાવરલિફ્ટિંગ તથા વિવિધ થ્રો અને જમ્પ ઇવેન્ટ્સનો સમાવેશ કરવામાં આવેલ છે. વયજૂથ દિવ્યાંગતાની કેટેગરી મુજબ અલગ-અલગ રહેશે. તેમાં જુનિયર, સિનિયર, ઓપન એજ તથા ૩૫ વર્ષથી ઉપરના વયજૂથનો સમાવેશ થાય છે. આ સ્પર્ધા માટે રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તા. ૫/૧૧/૨૦૨૬ છે અને ખેલાડીએ માન્ય દિવ્યાંગતા પ્રમાણપત્ર તથા જરૂરી ઓળખ/ આધાર પુરાવા સાથે રાખવાના રહેશે. આથી મોરબી જિલ્લાના તમામ પાત્ર દિવ્યાંગ ખેલાડીઓ, શાળાઓ, સંસ્થાઓ તથા વાલીઓને વધુમાં વધુ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન કરાવી સ્પે. ખેલ મહાકુંભ-૨૦૨૬માં ઉત્સાહપૂર્વક ભાગ લેવા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.










Latest News