મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બે સ્થળે ખાણ ખનીજ વિભાની ટીમ ત્રાટકી: 1.40  કરોડનો મુદામાલ સીઝ


SHARE



















મોરબી જીલ્લામાં બે સ્થળે ખાણ ખનીજ વિભાની ટીમ ત્રાટકી: 1.40  કરોડનો મુદામાલ સીઝ

મોરબી જીલ્લ્મ જુદાજુદા બે વિસ્તારમાં ખાણ ખનીજ વિભાની ટીમે આકસ્મિક ચેકિંગ કર્યું હતું ત્યારે સ્થળ ઉપરથી ગેર કાયદે ખનીજનું ખનન અને વહન કરવામાં આવતું જોવાનું સામે આવ્યું હતું જેથી ખાણ ખનીજ વિભાગની ટીમે બંને સ્થળેથી કુલ મળીને 1.40 કરોડનો મુદામાલ સીઝ કરીને ખોદકામ કરવામાં આવેલ જમીનની માપણી કરીને દંડ વસૂલ કરવા માટેની તેમજ ફોજદારી કરવા માટે આગળની કાર્યવહી હાથ ધરી છે.

મોરબી જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રીશ્રી જગદીશ એસ. વાઢેર અને તેઓની ટિમ દ્વારા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાનાં જામસર ગામના સિમ વિસ્તારમાં આકસ્મિક રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી સેન્ડસ્ટોન ખનિજનું બિનઅધિકૃત રીતે ખનન/ વહન કરતાં 1 પીળા કલરનું કોમાત્સુ કંપનીનું એક્ષકેવેટર મશીન અને 1 ડમ્પર નં. જીજે 13 એટી 1280 જે બંનેના માલિક વિજયભાઇ અશોકભાઇ ચારલા રહે. ઢુવા તાલુકો વાંકાનેર વાળા હોવાનું સામે આવ્યું છે અને હાલમાં બંને વાહનને સીઝ કરવામાં આવેલ છે. અને આસરે 1 કરોડનો મુદમાલ કબ્જે કરેલ છે આ ઉપરાંત મોરબીના લખધીરપુર રોડ ઉપર ખાણ ખનીજ વિભાની ટીમે આકસ્મિક ચેકિંગ કર્યું હતું ત્યારે 1  ડમ્પર નં. જીજે 12 બીઝેડ 2300 જેનાં માલિક જગદીશભાઇ સામતભાઈ સોલંકી રહે. વિકાસ પાર્ક, મોરબી વાળા છે અને ડમ્પરમાં ચાઈના કલે ખનિજ ભરી બિન-અધિકૃત રીતે વહન કરવામાં આવી રહ્યું હતું જેથી 40 લાખનો મુદામાલ સીઝ કરીને કેવલ સ્ટોન લખધીરપુર ખાતે કસ્ટડીમાં મૂકવામાં આવેલ છે. અને ગેરકાયદેસર ખાણકામ વાળા વિસ્તારની માપણી કરી આરોપીઓ વિરુધ્ધ ફોજદારી કાર્યવાહી હાથ ધરવા માટેની કામગીરી હાથ ધરી છે.










Latest News