મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના વેજલપર ગામે ઝેરી દવા પી જતા યુવક-યુવતી સારવારમાં


SHARE



















મોરબીના વેજલપર ગામે ઝેરી દવા પી જતા યુવક-યુવતી સારવારમાં
મોરબીના માળીયા (મીં) તાલુકાના વેજલપર ગામે બે અલગ અલગ બનાવમાં યુવક તેમજ યુવતીએ ઝેરી દવા પી લીધી હોય બંનેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

 પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે અક્ષય રાજુભાઈ ગડેશીયા (19) રહે. વેજલપરએ સાંજે સાતેક વાગ્યે ઘરે જંતુનાશક દવા પી લેતા તેને અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો. જયારે સપનાબેન હરેશભાઈ દેગામા (18) રહે.વેજલપરએ પણ ઝેરી દવા પી લેતા તેણીને અત્રેની મંગલમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવી હતી. પોલીસે કારણ અંગે આગળની તપાસ શરૂ કરેલ છે. તેમજ વાંકાનેરના હરીભાઈ લધાભાઈ ટોટા (46)એ વાંકાનેર દાણાપીઠની ઓફીસ સામે કોઈ કારણોસર એસીડ પી લેતા તેઓને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માત
 મોરબીના રાજપર ગામે રહેતા કાનાભાઈ તેલાદભાઈ કાનાણી (27) અને ગોવિંદભાઈ તોલાદભાઈ કાનાણી (33)ને ત્યાં આવેલ મામા સાહેબના મંદિર પાસે સ્વીફટ કારના ચાલકે હડફેટે લેતા બંનેને અહિની સિવિલે સારવાર માટે લવાયા હતા. જયારે માળીયા મીં.ના વીરડી વિસ્તારમાં રહેતા ઈદરીશ ગુલામભાઈ સંધવાણી (26)ને ત્યાં કોઈ અજાણ્યા લોકોએ માર મારતા સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો.

 વાંકાનેરના માટેલ રોડ અમરધામ પાસે રહેતા પંકજ ત્રિલોકીભાઈ વર્મા (27) અને આર્યન પંકજભાઈ (8)ને બાઈકમાં જતા સમયે કોઈ ટ્રેલર ચાલકે હડફેટે લેતા બંનેને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મારામારી
 મીતાણા ગામે રહેતા જયદીપ બાબુભાઈ બસીયા (27) અને રાહુલ બાબુભાઈ બસીયા (31)ને ટંકારાના હડમતીયા ગામે મારામારીના બનાવમાં ઈજા થયેલ હોય બંનેને સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા. માળીયા મીં.ના મોટા દહીસરા ગામે બાલાજી ઈન્ડસ્ટ્રીઝ ખાતે રહી ત્યાં કામ કરતો હરીશ ડામસ (14) નામનો યુવાન યુનીટમાં પતરા ઉપરથી પડી જતા આયુષ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

 માળીયા મીંયાણા ભીમસર બ્રીજ નજીક ટ્રક સાથે ટ્રક અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા અરવિંદ કાનજીભાઈ બાબરીયા (35) રહે. વાવડીને અહીંની સિવિલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.

દારૂ પકડાયો
 મોરબીના માળીયા ફાટકથી મહેન્દ્રનગર જતા રસ્તેથી પસાર થયેલા અજય હિરાભાઈ ડાભી ભરવાડ (20) રહે. નાગડાવાસને પોલીસે અટકાવીને તેની અંગજડતી લેતા અજય પાસેથી દારૂની દસ બોટલ કિંમત રૂા.2700નો દારૂ મળી આવેલ હોય તેની સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.  જયારે માળીયા (મીં)માં રેલ્વે ફાટક પાસે રહેતા અમીર રાજભાઈ જહાની (32)ને દરગાહ પાસે સાત આઠ લોકોએ માર મારેલ હોય અહીંની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.










Latest News