મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબી સબજેલ માટે 2 ધારાસભ્યો સહિત 6 સભ્યોની સલાહકાર સમિતિની રચના કરાઇ


SHARE



















મોરબી સબજેલ માટે 2 ધારાસભ્યો સહિત 6 સભ્યોની સલાહકાર સમિતિની રચના કરાઇ

મોરબી સબજેલ માટે 6 સભ્યોની નવી સલાહકાર સમિતિની રચના કરવામાં આવેલ છે જેમાં બે ધારાસભ્યો, મહાપાલિકાના મેયર તેમજ 3 સામાજિક કાર્યકરનો સમાવેશ કરવામાં આવેલ છે.

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા જેલ અને સુધારાત્મક વહીવટી કચેરી અમદાવાદ મારફતે મોરબી સબજેલ માટે નવી સલાહકાર સમિતિની રચના કરાઇ છે જેમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ પરસોત્તમભાઈ વરમોરા તેમજ મોરબી મહાપાલિકાના મેયર ઉત્તમભાઈ સુરાણી, સામાજિક કાર્યકર જેસંગભાઈ હુંબલ, બલભદ્રસિંહ ઝાલા અને નીતાબેન પરમારનો સમાવેશ કરવામાં આવેલ છે. અને આ સમિતિમાં ધારાસભ્યો અને મેયર/પ્રમુખ માટેની નિમણૂકની મુદત ત્રણ વર્ષ અથવા તેમના હોદ્દાનો અંત આવે તેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી રાખવામા આવેલ છે અને સામાજિક કાર્યકરો માટે મુદત ત્રણ વર્ષ અથવા અન્ય હુકમ ન થાય ત્યાં સુધી નક્કી કરી છે. આ સમિતિની રચના રાજ્યપાલના હુકમ અનુસાર ગૃહ વિભાગના ઉપ સચિવ તીર્થ પટેલના આદેશ મુજબ કરવામાં આવેલ છે.










Latest News