મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સર્જનથી સમૃદ્ધિ થીમ આધારિત સ્વદેશી મેળો પ્રભારી મંત્રી-રાજ્ય મંત્રીના હસ્તે ખુલ્લો મૂક્યો


SHARE



















મોરબીમાં સર્જનથી સમૃદ્ધિ થીમ આધારિત સ્વદેશી મેળો પ્રભારી મંત્રી-રાજ્ય મંત્રીના હસ્તે ખુલ્લો મૂક્યો

લોકલ ફોર વોકલ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના આશયથી મોરબી મહાનગરપાલિકા દ્વારા ‘સર્જનથી સમૃદ્ધિ’ ની થીમ સાથે આજથી આગામી તા. ૫ નવેમ્બર ૨૦૨૬ સુધી મોરબીમાં રત્નકલા ગ્રાઉન્ડ ખાતે ‘સ્વદેશી મેળો' શરૂ થઈ ગયો છે. અને સ્વદેશી મેળાના શુભારંભ પ્રસંગે ‘વિકાસ વાટિકા’ પુસ્તકનું પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા અને મંત્રી કાંતિભાઈ અમૃતિયાના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

મોરબીના સ્કાય મોલની બાજુમાં આવેલા રત્નકલા ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ સ્વદેશી મેળામાં વિવિધ હસ્તકલાની વસ્તુઓ અને સ્થાનિક સામગ્રીઓનું સખી મંડળની બહેનો દ્વારા વેચાણ કરવામાં આવશે. આ સ્વદેશી મેળાનું મુખ્ય આકર્ષણ વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગા થીમ પર આધારિત પ્રસ્તુતિઓ, મનોરંજક મેજિક શો, લોક ડાયરો તેમજ સ્વચ્છતા અને જન જાગૃતિલક્ષી નાટકો રહેશે. આ કાર્યક્રમો નિહાળવા અને સ્વદેશી મેળાનો વધુને વધુ લાભ લેવા મોરબીવાસીઓને મોરબી મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે. આ સ્વદેશી મેળાના શુભારંભ પ્રસંગે પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા, મંત્રી કાંતિભાઈ અમૃતિયા, મેયર ઉત્તમ સુરાણી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ રાણપરા, તેમજ ચેરમેન મેઘરાજસિંહ ઝાલા અને નવનીતભાઈ કુંડારિયાક તેમજ મનુભાઈ સારેસા સહિતના ચૂંટાયેલા સભ્યો તથા કમિશ્નર સંગીતા રૈયાણી તેમજ જિલ્લાના અનેક અધિકારીઓ, પદાધિકારીઓ, સામાજિક અગ્રણીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા










Latest News