મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ અને જૂના અંજીયાસર ગામે જુગારની 2 રેડમાં 9 શખ્સ પકડાયા


SHARE



















માળીયા (મી)ના સરવડ અને જૂના અંજીયાસર ગામે જુગારની 2 રેડમાં 9 શખ્સ પકડાયા

માળીયા મીયાણા તાલુકાના સરવડ અને જૂના અંજીયાસર ગામે જુગારની જુદીજુદી બે રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને 9 શખ્સોને જુગાર રમતા પકડી લેવામાં આવેલ છે અને તેઓની સામે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારના જુદાજુદા બે ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

માળીયા મીયાણા તાલુકાના સરવડ ગામે હરિભાઈ વલમજીભાઇ પીઠડીયાની દુકાને જુગાર રમતા હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા દુકાનદાર હરિભાઈ વલમજીભાઈ પીઠડીયા (65) તથા રમેશભાઈ ભગવાનજીભાઈ કાવર (58) રહે. નાનાભેલા, હિંમતભાઈ રતિલાલભાઈ લોદરીયા (43) રહે. સરવડ, રમેશભાઈ વાઘજીભાઈ વરસડા (59) રહે સરવડ અને રમેશભાઈ મહાદેવભાઇ આદ્રોજા (55) રહે. સરવડ વાળા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 54,960 ની રોકડ કબજે કરી હતી જયારે માળીયા મીયાણાના જુના અંજીયાસર ગામે સરકારી શાળાની બાજુમાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા અકબરભાઈ દાઉદભાઈ ભટ્ટી (45), રમજાનભાઈ હારુનભાઈ ભટ્ટી (32), જુનુસભાઈ ગુલામહુસેન ભટ્ટી (36) રહે. જુના અંજીયાસર, હનીફભાઈ અકબરભાઈ ભટ્ટી (30) રહે. જુના અંજીયાસર વાળા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 10,250 ની રોકડ કબજે કરી હતી અને માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.










Latest News