મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં શેરીમાં પાણી ઢોળવા બાબતે ઝગડા બાદ સામસામે મારામારી


SHARE



















મોરબીમાં શેરીમાં પાણી ઢોળવા બાબતે ઝગડા બાદ સામસામે મારામારી

 

મોરબીની જય શક્તિ સોસાયટી ખાતે બે પાડોશીઓ વચ્ચે શેરીમાં પાણી ઢોળવા બાબતે ઝઘડો થયા બાદ સામસામે મારામારી થયેલી હતી. આ બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા ગૌતમભાઈ મનુભાઈ ચૌહાણ (ઉ.32) અને સામેના પક્ષના ભરતભાઈ લાલજીભાઈ પરમાર (36) અને હેતલબેન ભરતભાઈ પરમાર (34)ને ઈજાઓ થયેલ હોય ત્રણેયને સિવિલે ખસેડાયા હતા. હોસ્પિટલેથી પોલીસને જાણ કરવામાં આવતા એ ડીવીઝન પોલીસે નોંધ કરી તપાસ કરી હતી.

છરી વડે હુમલો
માળીયા (મીં) કોળીવાસમાં રહેતા શેરમહમદ હારૂનભાઈ કટીયા (35) એ ઘરે જાતે માથાના ભાગે છરી મારી ઈજા કરવા પ્રયાસ કરતા સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યો હતો. જયારે ટંકારાના જીવાપર ગામે મહેબુબભાઈ મસાકપોત્રાની વાડીએ કોઈ ઝેરી જંતુ કરડી જતા શકુંતલાબેન શંકરભાઈ ગુંદીયા (21)ને સારવાર માટે મોરબી ખસેડાયા હતા તેમજ ટંકારાના સજનપર ગામે રહેતા જેરામભાઈ મગનભાઈ જાદવ (45)ને ઘર પાસે મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે મોરબી સિવિલે ખસેડાયા હતા તેમ પોલીસે જણાવેલ છે.

ઈલે.શોટ
મોરબીના રવાપર ગામે બોનીપાર્ક રાજધાની એપાર્ટમેન્ટ ખાતે રહેતા અસ્મિતાબેન હર્ષદભાઈ એરડીયા (42) અને પ્લીઝ પ્રેમજી થાપા (17)ને ઈલેકટ્રીક શોટ લાગતા અત્રેની ખાનગી હોસ્પીટલે સારવાર માટે ખસેડાયા હતા. જયારે શનાળા રોડ ઉમીયા સર્કલ પાસે કોઈ કારણોસર ફિનાઈલ પી જતા એજાઝ ઈસ્માઈલભાઈ સોરા (26) રહે. કાલીકા પ્લોટ મોરબીને સારવાર માટે ખસેડાયો હતો અને કાસમ સિદીકભાઈ સુમરા (40) રહે.વીસીપરા મોરબીને રહેણાંક વિસ્તાર પાસે અજાણ્યા માણસે માર મારતા સારવારમાં ખસેડાયો હતો.

યુવાન સારવારમાં
મોરબી વીસીપરામાં રહેતા મહંમદ હાજીભાઈ સંધી (25)ને કંડલા બાયપાસ નેકસસ સિનેમા સામે વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો તેમજ જાંબુડીયા પાસે અચાનક ટ્રકની કેબીન સહિતના ભાગમાં આગ લાગી હતી. જે અંગે જગદીશ કાનાભાઈ ખાંભલીયા રબારી (50) રહે. આરોગ્યનગર વાંકાનેર એ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી.

જયારે બાદનપર ગામે રાજુભાઈની વાડીએ કંઈક જંતુ કરડી જતા તેજસ્વીની કાળુભાઈ તડવી (14)ને સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી તેમજ વાંકાનેર હાઈવે રફાળેશ્વર ગામ પાસે બાઈકનો વાહન અકસ્માત થયો હતો. આ બનાવમાં કલ્પેશભાઈ વિનોદભાઈ માલવણીયા (54) રહે. કિરણ સોસાયટી દુધરેજ રોડ સુરેન્દ્રનગરને સારવારમાં ખસેડાયો હતો અને જેતપર રોડ પાવડીધારી કેનાલની પાસે દશેક લોકોએ લાકડી વડે મુઢ માર મારતા ઈજા પામેલ કુમારભાઈ મનોજભાઈ સોલંકી (30) રહે. સાપર તા. મોરબીને સારવાર માટે ખસેડાયો હતો










Latest News