મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામેથી દવા લેવા ગયેલ યુવાન ગુમ


SHARE



















મોરબીના બેલા ગામેથી દવા લેવા ગયેલ યુવાન ગુમ

 

મોરબી તાલુકાના બેલા ગામે ખોખરા હનુમાન મંદિર રોડ ઉપર આવેલા એલાઈ સિરામીક ખાતે રહેતો અને મુળ ઓડીસાનો સુશાંત મનુભાઈ સાંધ (43) નામનો યુવાન ગત તા.6-10ના સવારે દસેક વાગ્યે ગુમડુ થયેલ હોય તેની દવા લેવા જાવ છું તેમ કહીને બેલા ગામેથી નિકળ્યો હતો.જે ઘરે પરત ફરેલ નથી. જેથી મુળ ઓડીસાના અને હાલ મોરબીના બેલા ગામે આવેલ એલાઈ સિરામીક ખાતે રહી સાથે મજુરીકામ કરતા દિનબંધુ ઉપેન્દ્રભાઈ બહેરા (35) નામના યુવાને તાલુકા પોલીસમાં જાણ કરતા પોલીસે ગુમસુધા નોંધ દાખલ કરેલ છે જેની તપાસ સ્ટાફના ફીરોઝભાઈ સુમરા ચલાવી રહ્યા છે.

મારામારી
 મોરબી નવલખી બાયપાસ વાવડી ચોકડી પાસે રહેતા ભારતીબેન વિકાસભાઈ પરમાર (36)ને ઘરે મારામારીમાં ઈજાઓ થયેલ હોય સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા. જયારે ટંકારાના સજનપર (ઘુનડા) ગામે ઘરે થયેલ મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલા માવજીભાઈ દલાભાઈ જાદવ (55)ને અને માળીયાના ભાવપર ગામે તળાવની પાસે સાપ કરડી જતા સાવિત્રીબેન મુકેશભાઈ વસુનીયા (45) રહે. ભાવપરને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા. તેમજ માળીયા મીં.ના નવા અંજીયાસર ગામે વાડી વિસ્તારમાં કોઈ જનાવર કરડી જતા સફી મહમદ વલી મહમદ સંધવાણી (30)ને સારવાર માટે મોરબી સીવીલે લાવવામાં આવ્યો હતો.

ફિનાઈલ પીધુ
 નાની વાવડી ગામે દશામાંના મંદિરની પાસે રહેતા ભાવીક રાજેશભાઈ બસીયા (25)એ કોઈ કારણસર ઘરે ફીનાઈલ પી લીધુ હોય સારવાર માટે અત્રેની સિવિલે ખસેડાયો હતો. જેથી તાલુકા પોલીસ મથકના ફીરોઝભાઈ સુમરાએ તપાસ હાથ ધરી હતી.જયારે નઝરબાગ પાસેથી બેભાન હાલતમાં 108 વડે નરેશભાઈ નામના આશરે ત્રીસેક વર્ષના યુવાનને સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યો હતો.

આધેડ સારવારમાં
 મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ કોસ્મો સિરામીક પાસે રહેતા અવજરભાઈ રાયસીંગભાઈ આદ્રોજીયા (50) રહે. મહેન્દ્રનગરને પુત્રએ માર મારતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા. જયારે લાલપર ગામે પારસ કંપનીના લેબર કવાટરમાં રહેતા ડોલીબેન સંજીવકુમાર બહેરા (26)એ કોઈ અકળ કારણોસર ત્યાં ફીનાઈલ પી લીધુ હતું. જેથી તેણીને સિવિલે લાવવામાં આવ્યા હતા. તેમજ ટંકારાના ગણેશપર ગામે રહેતા ભાવેશ ભુપતભાઈ છીપરીયા (15)ને બેભાન હાલતમાં સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.

 તેમજ વાંકાનેર હાઈવે મકનસર ગામે રહેતા કંચનબેન ભગવાનજીભાઈ દેગામા (62) નામના વૃધ્ધાને તેઓના દિયરના ઘરે મારામારીમાં મુંઢ ઈજાઓ થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે અત્રેની લીલાપર ચોકડીએ બાઈક ટ્રેકટર અકસ્માતમાં ઈજા પામેલા હરીભાઈ નથુભાઈ સેખવા (50) રહે. પ્રેમજીનગર (મકનસર) મોરબીને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા










Latest News