મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે રન ફોર યુનિટી અને પ્રભારી મંત્રીની હાજરીમાં એ.પી.એમ.સી.માં યોજાશે કાર્યક્રમ


SHARE



















મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે રન ફોર યુનિટી અને પ્રભારી મંત્રીની હાજરીમાં એ.પી.એમ.સી.માં યોજાશે કાર્યક્રમ

અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે આવતીકાલે તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ સમગ્ર રાજ્ય સાથે મોરબી જિલ્લામાં પણ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવનાર છે.

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ૩૧/૧૦/૨૦૨૬ ના રોજ સમગ્ર રાજ્ય સાથે મોરબી જિલ્લામાં પણ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવનાર છે. નાગરિકોમાં રાષ્ટ્રભાવના અને અખંડિતતાની ભાવના વધુ દ્રઢ કરવાના હેતુસર રાજ્યવ્યાપી આયોજન અંતર્ગત મોરબી જિલ્લાના ૫ તાલુકાઓના કુલ ૩૬૦ ગામોમાં ‘એકતા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણી અન્વયે મોરબીમાં પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં સવારે ૦૭:૦૦ કલાકે મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શનાળા રોડ ખાતે સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી ‘રન ફોર યુનિટી’ (એકતા દોડ) યોજાશે, જ્યાં સૌ નાગરિકો દ્વારા રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ કરવામાં આવશે.

મોરબી APMC ખાતે સાંજે ૦૫:૦૦ વાગ્યાથી જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ શરૂ થશે. જેમાં વંદે માતરમ ગાન અને સ્થાનિક કલાકારો દ્વારા દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશે. એકતા પરેડનું નિદર્શન તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર રાષ્ટ્રીય કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત, સમાજમાં વિશિષ્ટ અને શ્રેષ્ઠ યોગદાન આપનાર પ્રગતિશીલ વ્યક્તિત્વોનું પ્રમાણપત્ર આપી વિશેષ સન્માન પણ કરવામાં આવશે. ગ્રામીણ સ્તરે નાગરિકોને એકતાના સૂત્રમાં બાંધવા માટે મોરબી તાલુકાના ૯૨ ગામોમાં તથા ટંકારા તાલુકાના ૪૪ ગામો સહિત જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં સાંજના સમયે ‘એકતા યાત્રા’ નીકળશે. પ્રાથમિક શાળાઓ અને સમાજ વાડીઓ ખાતે વડાપ્રધાનશ્રીના લાઈવ સંબોધનના પ્રસારણની સાથેસાથે ભોજનનું પણ સુંદર આયોજન કરાયું છે.










Latest News