મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબી નવયુગ વિદ્યાલયના વર્ગખંડથી વર્ગ–૧ સુધીની રીમાબેન અંબાણી અનેરી સિદ્ધિ


SHARE



















મોરબી નવયુગ વિદ્યાલયના વર્ગખંડથી વર્ગ–૧ સુધીની રીમાબેન અંબાણી અનેરી સિદ્ધિ

કોઈ વિદ્યાર્થિની સફળતાના શિખરે પહોંચે ત્યારે તેની સાથે તેને ભણાવનાર શિક્ષકો અને તેની શાળા પણ ગૌરવ અનુભવે છે. આજે નવયુગ પરિવાર માટે આવો જ આનંદ અને ગર્વનો અવસર આવ્યો છે. મોરબી નવયુગની ભૂતપૂર્વ વિદ્યાર્થિની રીમાબેન પ્રવીણભાઈ અંબાણીએ ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં નવમો ક્રમાંક મેળવી વર્ગ–૧માં પસંદગી પામી, પોતાની મહેનત અને દૃઢ સંકલ્પનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમની આ ઉજ્જ્વળ સિદ્ધિ બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાંજીયા તથા સમગ્ર નવયુગ પરિવાર હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવે છે.

મોરબી નવયુગ વિદ્યાલય શાળામાંથી વિદાય લીધા પછી પણ વિદ્યાર્થી સાથેનો લાગણીનો સંબંધ ક્યારેય પૂર્ણ થતો નથી. વર્ષો પછી જ્યારે પોતાની જ વિદ્યાર્થિનીની સફળતાના સમાચાર મળે છે, ત્યારે શિક્ષકોને પોતાના શિક્ષણકાર્યની સાર્થકતાનો આનંદ થાય છે. રીમાબેનની આ સિદ્ધિએ આજે સમગ્ર નવયુગ પરિવારને એવી જ આત્મીય ખુશી આપી છે. રીમાબેનની સફળતા નવયુગમાં અભ્યાસ કરતી અનેક દીકરીઓને મોટાં સપનાં જોવા અને તેને સાકાર કરવા પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા આપશે. તેમની આ સિદ્ધિ દરેક વિદ્યાર્થીને વિશ્વાસ અપાવે છે કે નિષ્ઠાપૂર્વક કરેલી મહેનત સફળતાનો માર્ગ ખોલે છે.










Latest News