મોરબીના સિરામિક સહિતના ઉદ્યોગકારો-વેપારીઓને મોટી રાહત: જીએસટી અધિકારીઓ હવે સીધી ધરપકડ કરી શકશે નહીં
SHARE
મોરબીના સિરામિક સહિતના ઉદ્યોગકારો-વેપારીઓને મોટી રાહત: જીએસટી અધિકારીઓ હવે સીધી ધરપકડ કરી શકશે નહીં
હાલમાં જે જીએસટીના નિયમો છે તેમાં અનેક ફેરફારો તબક્કાવાર કરવામાં આવ્યા છે અને ખાસ કરીને ટેક્સ સિસ્ટમ સરળ બને તેના માટે ફેરફારો કરવામાં આવે છે તેવામાં કાગળના કામ ઘટાડવા, ટેક્સ રિફંડ ઝડપી બનાવવા અને નાના વ્યવસાયો માટે રિટર્ન ફાઇલિંગને સરળ બનાવવા નિયમોમાં ઘણા ફેરફાર કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં જે નિયમો હતા તેમાં અધિકારીઓને ધરપકડ કરવાની સત્તા હતી તેને પછી ખેંચી લેવામાં આવેલ છે તેમજ ઇ-વે બિલ સંબંધિત કેટલાક ફેરફારો કરવામાં આવેલ છે જે આગામી 1 એપ્રિલ 2027 થી લાગુ કરવામાં આવશે. અને આગામી સમયમાં નકલી ઇન્વોઇસ અને ખોટા આઇટીસી દાવાઓને રોકવા માટેની પણ સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
જીએસટી (GST) કાઉન્સિલની 57મી બેઠક અને કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ (CBIC) દ્વારા વ્યાપારીઓ પરનો બોજ ઘટાડવા અને ટેક્સ સિસ્ટમને સરળ બનાવવા માટે નિયમોમાં ઐતિહાસિક ફેરફારો કરવામાં આવ્યા છે અને આ નવા નિયમોની 1 નવેમ્બર 2026થી તબક્કાવાર અમલવારી શરૂ કરવામાં આવશે જેમાં વેપારીઓ અને કરદાતાઓ માટે કરાયેલા મુખ્ય સુધારાઓ અને ફેરફારોમાં ધરપકડની સત્તા અને નોટિસના નિયમોમાં મોટી રાહત આપવામાં આવી છે જીએસટી અધિકારીઓની સીધી ધરપકડ કરવાની સત્તા પાછી ખેંચવામાં આવી છે. હવે ટેક્સ વિવાદોમાં અધિકારીઓ મનસ્વી રીતે ધરપકડ કરી શકશે નહીં. તેમજ કોઈપણ કાયદાકીય શો-કોઝ નોટિસ આપતા પહેલાં, અધિકારીઓએ GST-DRC-01A ફોર્મ દ્વારા વેપારી પાસેથી ખુલાસો માંગવો પડશે. આનાથી વેપારીઓને પોતાની ભૂલ સુધારવાની તક મળશે અને 10,000 થી ઓછા ટેક્સના વિવાદો અથવા નાની ભૂલો માટે હવે કોઈ શો-કોઝ નોટિસ જારી કરવામાં આવશે નહીં આમ હાલમાં કરવામાં આવેલા સુધારાઓથી નાના વેપારીઓને રિટર્ન ફાઇલ કરવાનું સરળ બનશે અને ભવિષ્યમાં ટેક્સ રિફંડનો દાવો કરવાની પ્રક્રિયા પણ ઝડપી બની શકે છે.