મોરબીના ઘૂટું ગામે રામકો વિલેજ સોસાયટીમાં ઘર પાસે પાણી કેમ કાઢો છો કહીને યુવાનને 3 મહિલા સહિત 8 લોકોએ માર માર્યો માળીયા (મી)ના વર્ષમેડી ગામ પાસે ફાટક નજીક ટ્રક ચાલકે રીક્ષાને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં 9 વર્ષના બાળકનું મોત મોરબીમાં રન ફોર યુનિટીના કાર્યક્રમમાં પ્રભારીમંત્રી, મેયર, સાંસદ, ધારાસભ્ય, કલેક્ટર, એસપી સહિતના જોડાયા મોરબી અને વાંકાનેરના કાછીયાગાળા ગામે એક-એક યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના ચરાડવા ગામે રહેતા યુવાનને શેર બજારમાં નુકશાન જતાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં આઇસર અને દીવાલ વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીની મચ્છીપીઠ અને હળવદના માલણીયાદ ગામે જુગારની જુદીજુદી 2 રેડમાં 13 શખ્સ 97,900 ની રોકડ સાથે પકડાયા અમદાવાદમાં પકડાયેલ 8 લાખના ગાંજાના ગુનામાં માલ મંગાવનારા શખ્સની મોરબીથી ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેરના કાછીયાગાળા ગામે એક-એક યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE









મોરબી અને વાંકાનેરના કાછીયાગાળા ગામે એક-એક યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના કાયાજી પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાને પોતે પોતાના ઘરની અંદર કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું જ્યારે વાંકાનેર તાલુકાના કાછિયાગાળા ગામે રહેતા યુવાને વાડીએ ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજયું છે આ બંને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના કાયજી પ્લોટ શેરી નં. 3 માં રહેતા ભાવિકભાઈ દીપકભાઈ મલર (28) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરે રૂમની અંદર પંખા સાથે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે વાંકાનેર તાલુકાના કાસિયાગાળા ગામે રહેતા ભરતભાઈ છનાભાઇ ધરજીયા (40) નામના યુવાને ગામની સીમમાં વાડીએ કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના ભાઈ દિનેશભાઈ તેઓને તાત્કાલિક વાકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News