મોરબીમાં રન ફોર યુનિટીના કાર્યક્રમમાં પ્રભારીમંત્રી, મેયર, સાંસદ, ધારાસભ્ય, કલેક્ટર, એસપી સહિતના જોડાયા મોરબી અને વાંકાનેરના કાછીયાગાળા ગામે એક-એક યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના ચરાડવા ગામે રહેતા યુવાનને શેર બજારમાં નુકશાન જતાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીના બેલા ગામ પાસે કારખાનામાં આઇસર અને દીવાલ વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીની મચ્છીપીઠ અને હળવદના માલણીયાદ ગામે જુગારની જુદીજુદી 2 રેડમાં 13 શખ્સ 97,900 ની રોકડ સાથે પકડાયા અમદાવાદમાં પકડાયેલ 8 લાખના ગાંજાના ગુનામાં માલ મંગાવનારા શખ્સની મોરબીથી ધરપકડ મોરબીના સિરામિક સહિતના ઉદ્યોગકારો-વેપારીઓને મોટી રાહત:  જીએસટી અધિકારીઓ હવે સીધી ધરપકડ કરી શકશે નહીં મોરબીમાં બે જગ્યાએ રવિવારે નેચરલ વસ્તુઓનું વેચાણ
Breaking news
Morbi Today

મોરબીની મચ્છીપીઠ અને હળવદના માલણીયાદ ગામે જુગારની જુદીજુદી 2 રેડમાં 13 શખ્સ 97,900 ની રોકડ સાથે પકડાયા


SHARE









મોરબીની મચ્છીપીઠ અને હળવદના માલણીયાદ ગામે જુગારની જુદીજુદી 2 રેડમાં 13 શખ્સ 97,900 ની રોકડ સાથે પકડાયા

મોરબીની મચ્છી પીઠમાં રહેણાંક મકાનમાં અને હળવદના જુના માલણીયાદ ગામની સીમમાં જુગારની જુદીજુદી 2 રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને 13 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 97,900 ની રોકડ કબજે કરી હતી અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીમાં આવેલ મચ્છી પીઠમાં રહેતા જુસબભાઈ મોવરના રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ઘરધણી જુસબભાઈ ઉર્ફે જુસો ગુલમામદભાઈ મોવર (40) તથા ફિરોજભાઈ મહમદહુસેનભાઈ ખોરમ (50) રહે. ઘાંચી શેરી મોરબી, પ્રફુલચંદ્ર વિજયશંકર પંડ્યા (68) રહે. આનંદનગર મોરબી, મુનવરભાઈ અનવરભાઈ મીનીવાડીયા (45) રહે. ઘાંચી શેરી મોરબી, વિપુલભાઈ દલચંદભાઈ વરમોરા (46) રહે. આલાપ રોડ પટેલ નગર પટેલ રેસીડેન્સી ફ્લેટ નંબર સી- 301 મોરબી, ઇમરાનભાઈ ઉર્ફે ચકલી રહીમભાઈ મોવર (36) રહે. મચ્છી પીઠ રોડ મોરબી, સલમાનભાઈ ઇબ્રાહીમભાઇ પઠાણ (31) રહે. લાતી પ્લોટ શેરી નં.8 મોરબી, ગિરધરભાઈ ઠાકરશીભાઈ બારૈયા (54) રહે. સનાળા સ્કાય મોલ સામે રામનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 62,700 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

જયારે હળવદ તાલુકાના ટીકર કુડા રોડ ઉપર આવેલ જુના માલણીયાદ ગામ પાસે હનુમાનજીની મંદિરની પાછળના ભાગમાં નદીના કાંઠે નાલા પાસે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસ ત્યાં જુગારની રેડ કરી હતી જ્યારે સ્થળ ઉપરથી અજીતભાઈ માવભાઈ રાઠોડ (44) રહે. નવા માલણીયા, અરવિંદભાઈ મનજીભાઈ સોલગામા (40) રહે. નવા માલણીયાદ, ભાવેશભાઈ પોપટભાઈ રાઠોડ (32) રહે. નવા માલણીયાદ, દલસુખભાઈ વિનોદભાઈ ગુંડારીયા (26) રહે જૂના માલણીયાદ અને કૃષ્ણકુમારસિંહ જાલુભા ઝાલા (48) રહે. જુના માલણીયાદ વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 35,200 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે




Latest News