મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેરના કાછીયાગાળા ગામે એક-એક યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE



















મોરબી અને વાંકાનેરના કાછીયાગાળા ગામે એક-એક યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના કાયાજી પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાને પોતે પોતાના ઘરની અંદર કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું જ્યારે વાંકાનેર તાલુકાના કાછિયાગાળા ગામે રહેતા યુવાને વાડીએ ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજયું છે આ બંને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના કાયજી પ્લોટ શેરી નં. 3 માં રહેતા ભાવિકભાઈ દીપકભાઈ મલર (28) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરે રૂમની અંદર પંખા સાથે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે વાંકાનેર તાલુકાના કાસિયાગાળા ગામે રહેતા ભરતભાઈ છનાભાઇ ધરજીયા (40) નામના યુવાને ગામની સીમમાં વાડીએ કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના ભાઈ દિનેશભાઈ તેઓને તાત્કાલિક વાકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે










Latest News