મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના સનાળા ગામ પાસે રાહદારી વૃદ્ધને ટ્રક ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત


SHARE



















મોરબીના સનાળા ગામ પાસે રાહદારી વૃદ્ધને ટ્રક ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ મોત

મોરબીના સનાળા ગામ પાસે આવેલ લીમડા વાળા મેલડી માતાજી મંદિર પાસેથી વૃદ્ધ ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના  બનાવમાં વૃદ્ધને કપાળ, બંને હાથ અને બંને પગમાં ઇજાઓ થઈ હતી જેથી તેઓનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના સનાળા ગામે રામ ચોક પાસે રહેતા દિલીપભાઈ સવજીભાઈ પાડલીયા (44)એ હાલમાં ટ્રક નંબર પીબી 65 એટી 1945 ના ચાલક સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેઓએ જણાવ્યુ છે કે, મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર સનાળા ગામે આવેલ લીમડા વાળા મેલડી માતાજીના મંદિર સામે રોડ ઉપરથી તેઓના પિતા સવજીભાઈ પાડલીયા ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓને હડફેટે લીધેલા હતા જેથી ફરિયાદીના પિતાને કપાળ, બંને હાથ અને બંને પગમાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેઓનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.










Latest News