મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબી પટેલ ડાયનિંગ હોલના સંચાલક જીતેન્દ્રભાઈ હિંગરાજીયા ઉપર છરીથી હુમલો, રાજકોટ ખસેડાયા


SHARE



















મોરબી પટેલ ડાયનિંગ હોલના સંચાલક જીતેન્દ્રભાઈ હિંગરાજીયા ઉપર છરીથી હુમલો, રાજકોટ ખસેડાયા

પોતાના રેસ્ટોરન્ટ નીચે સ્પા આવેલ હોય ત્યાંનો સ્પા સંચાલક પવન ઉર્ફે પવો એક યુવતી સાથે ઝઘડો કરતો હોય જીતેન્દ્રભાઈ વચ્ચે પડતા બનાવ બનેલો

મોરબીમાં પટેલ ડાયનિંગ હોલના સંચાલક જીતેન્દ્રભાઈ હિંગરાજીયા પર છરીથી હુમલો થયો હતો. તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોતાના રેસ્ટોરન્ટ નીચે સ્પા આવેલ હોય ત્યાંનો સ્પા સંચાલક પવન ઉર્ફે પવો એક યુવતી સાથે ઝઘડો કરતો હોય જીતેન્દ્રભાઈ વચ્ચે પડતા બનાવ બન્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબીની ઉમા ટાઉનશીપમાં રહેતા અને રોયલ પ્લાઝમા પટેલ ડાયનિંગ હોલ નામથી રેસ્ટોરન્ટ ચલાવતા જીતેન્દ્રભાઈ છગનભાઇ હિંગરાજીયા (ઉં.વ.52) ગઈકાલે રાત્રીના એકાદ વાગ્યા આસપાસ પોતાના ડાયનિંગ હોલ ખાતે હતા ત્યારે તેમની બિલ્ડીંગના નીચેના માળે સ્પા ધરાવતો પવન ઉર્ફે પવો જોર જોરથી રાડો પાડી, અપશબ્દો બોલી કોઈ યુવતી સાથે ઝઘડો કરતો હતો.

યુવતીને મારકૂટ કરતો હતો. જેથી જીતેન્દ્રભાઈ તેઓને છોડાવવા માટે ગયા હતા. આ દરમિયાન યુવતીએ કહ્યું કે, તમારે શું છે? આ મારો ભાયડો છે. તેમ કહીં જીતેન્દ્રભાઈ સાથે ઝઘડો કરવા લાગેલ. જેથી જીતેન્દ્રભાઈ પરત ઉપરના માળે પોતાના ડાયનિંગ હોલમાં ચાલ્યા ગયા હતા.

જોકે પવન છરી લઈને દોડી આવ્યો અને ઉગ્ર થઈ હુમલો કરતા જીતેન્દ્રભાઈની સાથળમાં છરીનો ઘા લાગી જતા તત્કાલ મોરબીની હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા. પોલીસે આરોપીને પકડવા અને આગળની કાર્યવાહી કરવા તજવીજ કરી હતી.










Latest News