મોરબીના બ્લૂઝોન સિરામિકની દિવાળીના દિવસે મૂલકતા કરતાં કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા આર્મી-બીએસએફના જવાનોને મીઠાઈનું કરાયું વિતરણ મોરબીમાં સ્વ. નરભેરામભાઈ માવજીભાઈ પટેલની સ્મૃતિમાં સોમવારે સફાઈ અભિયાનનું આયોજન  કૂવારી માતા: મૃત બાળકીને જન્મ આપ્યા બાદ મોરબીની યુવતીનું પણ મોત મોરબીમાં ઓફિસમાંથી 24 બોટલ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો મોરબી તાલુકા અને વાંકાનેર શહેરી વિસ્તારમાં અપમૃત્યુના ત્રણ બનાવમાં ત્રણ યુવાનોના મોત મોરબીના રવાપર ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત, એક સારવારમાં માળીયા (મી)ના ભીમાસર બ્રિજ ઉપર ટ્રક કન્ટેનરની પાછળ ટ્રક ટ્રેલર અથડાતા વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળામાં આજે લોક ડાયરાનું આયોજન


SHARE



















મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળામાં આજે લોક ડાયરાનું આયોજન

મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાના આયોજન અંતર્ગત ગુજરાતી લોકસંસ્કૃતિ, કલા અને પરંપરાને પ્રોત્સાહન આપવાના હેતુથી આજરોજ ભવ્ય લોક ડાયરાનું તા 1/11 ના રોજ રાતે આયોજન કરવામાં આવ્યું છે.

આ લોક ડાયરામાં જાણીતા લોકકલાકારો દ્વારા ગુજરાતી લોકગીતો, ભજન, સંતવાણી અને લોકસંગીતની રમઝટ બોલાવવામાં આવશે. કલાકારોની સુરીલી રજૂઆતો દ્વારા ઉપસ્થિત નગરજનોને ગુજરાતી લોકસંસ્કૃતિનો અનોખો આનંદ માણવા મળશે. સ્વદેશી મેળાના માધ્યમથી સ્થાનિક કારીગરો, નાના વેપારીઓ, ગૃહઉદ્યોગો તથા સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની સાથે નગરજનોને મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ મળી રહે તેવા પ્રયાસો મોરબી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે. મોરબીના તમામ નગરજનોને આ ભવ્ય લોક ડાયરામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારવા તથા ગુજરાતી લોકસંસ્કૃતિના આ અવસરનો લાભ લેવા મોરબી મહાનગરપાલિકા દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.










Latest News