મોરબી મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળામાં આજે લોક ડાયરાનું આયોજન
ટંકારાના વિરપર ગામે ગૌશાળાના લાભાર્થે યોજાયેલ નાટકમાં 32 લાખનો ફાળો એકત્રિત થયો
SHARE
ટંકારાના વિરપર ગામે ગૌશાળાના લાભાર્થે યોજાયેલ નાટકમાં 32 લાખનો ફાળો એકત્રિત થયો
આધુનિક યુગમાં જ્યાં નાટ્યકલા વિસરાતી જઈ રહી છે, ત્યારે ટંકારાના વિરપર ગામે યુવાનો દ્વારા ‘શ્રી ગૌ સેવા યુવક મંડળ’ દ્વારા કામધેનુ ગૌ આશ્રમના નિભાવ માટે નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો અને દાતાઓએ ઉમળકાભેર સહયોગ આપીને 32 લાખ રૂપિયા જેટલું ભંડોળ એકત્રિત કરી આપ્યું છે.
વીરપર ગામે ‘કામધેનુ ગૌ આશ્રમ’ શરૂ કરવામાં આવ્યો છે, જેના નિભાવ માટે દર વર્ષે નાટક યોજવાની પરંપરા છે. આ વર્ષે ઐતિહાસિક નાટક ‘વીર માગળા વાળો’ (યાને ભૂત રોવે ભેકાર) અને હાસ્યરસથી ભરપૂર કોમિક નાટક ‘ઘળાવગરનો ધણી’ રજૂ કરવામાં આવ્યા હતા. આશ્ચર્યજનક બાબત એ છે કે આ નાટકોમાં કોઈ વ્યાવસાયિક કલાકારો નહીં, પરંતુ ગામના જ ઉત્સાહી યુવાનોએ પોતાના કામધંધા સાચવીને, આખો મહિનો સખત રિહર્સલ કરીને નાટક રજૂ કર્યા હતા. શ્રી ગૌ સેવા યુવક મંડળ દ્વારા સંચાલિત આ કામધેનુ ગૌ આશ્રમમાં હાલમાં 170 જેટલી લૂલી, લંગડી, અશક્ત અને નધણિયાતી ગાયો સહિતના નાના-મોટા જીવો આશ્રય લઈ રહ્યા છે. વિશેષ વાત એ છે કે આ ગૌશાળા ક્યારેય ક્યાંય હાથ લંબાવ્યા વગર માત્ર આવા સાંસ્કૃતિક આયોજનો દ્વારા જ પોતાના ખર્ચાઓ ચલાવે છે.
આ ગામના ઉદ્યોગપતિઓથી લઈને સામાન્ય નાગરિકોનું ઉદાર દાન નાટક નિહાળવા માટે આવેલા ઉદ્યોગપતિઓથી લઈને સામાન્ય નાગરિકો સુધીના સૌ કોઈએ સ્વૈચ્છિક રીતે ગૌસેવા માટે મુક્તમને દાન આપ્યું હતું. એકત્રિત થયેલી આ સંપૂર્ણ રકમ ગાયોના ઘાસચારા અને ગૌશાળાના નિભાવ માટે જ ખર્ચવામાં આવશે. મોરબી જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં ગૌશાળાઓના સંચાલન માટે આ પ્રકારે નાટકો યોજીને ભંડોળ એકત્ર કરવાની સંસ્કૃતિ આજે પણ જીવંત છે, જે ગૌભક્તિ અને ગ્રામીણ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.