મોરબીની ત્રાહપર ચોકડી પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલ આધેડ મહિલાનું મોત
મોરબીમાં માળિયા ફાટક ઓવરબ્રીજ ઉપર બંધ પડેલા ટ્રકની પાછળ ડબલ સવારી બાઇક અથડાતાં એક યુવાનનું મોત: આધેડને ઇજા
SHARE
મોરબીમાં માળિયા ફાટક ઓવરબ્રીજ ઉપર બંધ પડેલા ટ્રકની પાછળ ડબલ સવારી બાઇક અથડાતાં એક યુવાનનું મોત: આધેડને ઇજા
મોરબીની માળિયા ફાટક ચોકડીએ ઓવરબ્રીજ ઉપરથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે રોડ સાઈડમાં બંધ પડેલા ટ્રકની પાછળના ભાગમાં બાઇક અથડાયું હતું જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં બાઇક ચાલકને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું જોકે, બાઈકમાં પાછળના ભાગે બેઠેલા વ્યક્તિને મોઢા, છાતી અને હાથમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હોય ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે અને હાલમાં ઇજા પામેલા આધેડના દીકરાની ફરિયાદ લઈને પોલીસે મૃતક સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી કરી છે.
મૂળ ખેડા જિલ્લાના વાંદરીયા દુધાથલ ગામના રહેવાસી સંતોષભાઈ ભરતભાઈ રાઠોડ (20)એ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મૃતક જશવંતકુમાર સબુભાઈ ઝાલા (31) રહે. હાલ ઢુવા મૂળ રહે. વાંદરીયા દુધાથલ ખેડા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના પિતા ભરતભાઈ રાઠોડ આરોપીના બાઈક નંબર જીજે 7 ઇએફ 0855 માં બેસીને ખોખરા હનુમાન મંદિર પાસે કેચી પતરાની મજૂરીનું કામ કરવા માટે જતા હતા ત્યારે મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ માળિયા ફાટકના ઓવરબ્રીજ ઉપર બંધ પડેલા ટ્રક નંબર જીજે 12 બીવાય 4442 ની પાછળના ભાગમાં બાઇક ચાલકે તેનું બાઈક અથડાવ્યું હતું જેથી અકસ્માત થયો હતો જે અકસ્માતના બનાવમાં બાઈક ચાલક જસવંતકુમાર સબુભાઈ ઝાલાને કપાળ તથા માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું જોકે બાઈક પર બેઠેલા ફરિયાદીના પિતાને મોઢા, છાતી અને ડાબા હાથમાં ફેક્ટર જેવી ઈજા થવાથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે હાલમાં ઇજાગ્રસ્ત આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે