હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પગાર અને ભવિષ્યના પેન્શનનો કર્યો સ્વૈચ્છિક ત્યાગ મોરબીમાં વિહિપ દ્વારા વાલ્મિકી જયંતી નિમિત્તે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું મોરબીમાં બાઇકનું કાવું મારવા બાબતે બોલાચાલી કરીને છરી વડે હુમલો: 7 શખ્સો સામે ફરિયાદ મોરબીની રવિરાજ ચોકડી પાસે ટ્રક ટ્રેલર-ટાઇલ્સ નીચે દબાઈ જવાથી આધેડના મોત મામલે ગુનો નોંધાયો મોરબીમાં માળિયા ફાટક ઓવરબ્રીજ ઉપર બંધ પડેલા ટ્રકની પાછળ ડબલ સવારી બાઇક અથડાતાં એક યુવાનનું મોત: આધેડને ઇજા મોરબીની  ત્રાહપર ચોકડી પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલ આધેડ મહિલાનું મોત દિવાળી પહેલા હોળી: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસનો આજથી પ્રતિ કિલોનો ભાવ 104 રૂપિયા મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા ઝૂંપડપટ્ટીના ૩૫૦ થી વધુ બાળકોને દિવાળી નિમિત્તે નવાં કપડાંનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીની રવિરાજ ચોકડી પાસે ટ્રક ટ્રેલર-ટાઇલ્સ નીચે દબાઈ જવાથી આધેડના મોત મામલે ગુનો નોંધાયો


SHARE









મોરબીની રવિરાજ ચોકડી પાસે ટ્રક ટ્રેલર-ટાઇલ્સ નીચે દબાઈ જવાથી આધેડના મોત મામલે ગુનો નોંધાયો

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર રવીરાજ ચોકડી નજીક રોડ સાઈડમાં બોલેરો ગાડીને ઉભી રાખી હતી દરમ્યાન ટ્રક ટ્રેલરના ચાલકે તે ગાડીને હડફેટે લીધી હતી અને અકસ્માત કર્યો હતો ત્યાર બાદ ટ્રક ટ્રેલર પલટી મારી ગયું હતું ત્યારે ટ્રક અને ટ્રકમાં ભરેલ ટાઇલ્સની નીચે દબાઈ જવાથી બોલેરો ગાડીમાં જઈ રહેલા બે પૈકીના એક આધેડનું ઘટના સ્થળે મોત નીપજયું હતું અને એક વ્યક્તિને ઇજા થઈ હતી જેથી આ બનાવ સંદર્ભે મૃતક આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ચોટીલા તાલુકાના કાળાસર ગામે રહેતા હેમંતભાઈ રાણાભાઇ બાવળીયા (34)એ ટ્રક ટ્રેલર નંબર આરજે 52 જીબી 9653 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છેકે, મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ રવિરાજ ચોકડીના પુલ પાસે લક્ષ્મીનગર ગામ નજીકથી તેઓના પિતા રાણાભાઇ નારણભાઈ બાવળીયા (57) રહે. કાળાસર તથા શૈલેષભાઈ સગરામભાઇ સાબળીયા રહે. કાળાસર વાળા બોલેરો ગાડી નંબર જીજે 13 એડબલ્યુ 1151 લઈને પસાર થઈ રહ્યા હતા દરમિયાન રોડ સાઇડમાં લઘુશંકા કરવા માટે તેઓએ બોલેરો ગાડીને ઉભી રાખી હતી તેવામાં આરોપીએ તેનું ટ્રક ટ્રેલર ફરિયાદીના પિતાની બોલરો ગાડીમાં અથડાવ્યું હતું જે બનાવમાં શૈલેષભાઈને શરીરે સામાન્ય ઇજાઓ થઈ હતી જ્યારે ફરિયાદીના પિતા રાણાભાઇ ટ્રક અને ટાઇલ્સ નીચે દબાઈ જતાં તેઓને શરીરે ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેઓનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતક આધેડના દીકરાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટ્રક ટ્રેલરના ચાલકે પાછળથી ટક્કર મારતા કારમાં નુકસાન
મૂળ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામના રહેવાસી અને હાલમાં રાજકોટમાં 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલ અયોધ્યા ચોક પાસે ધ વન વર્લ્ડ સોસાયટી ખાતે રહેતા રમેશભાઈ કાળુભાઈ નમેરા (71)એ ટ્રક ટ્રેલર નંબર જીજે 39 ટી 1258 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર ટંકારાના ઓવરબ્રિજ ઉતરતા છેડા પાસેથી આરોપી તેના હવાલા વાળો ટ્રક ટ્રેલર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ફરિયાદીની ગાડી નંબર જીજે 3 કેપી 3060 ને પાછળથી વાહન અથડાવ્યું હતું જેથી ફરિયાદીની ગાડીમાં જમણી સાઈડના બંને દરવાજા આગળનું બમ્પર તથા હેન્ડલ અને ડોર હેન્ડલમાં નુકસાની કરેલ હોય આ બાબતે વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલર લીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News