મોરબીની રવિરાજ ચોકડી પાસે ટ્રક ટ્રેલર-ટાઇલ્સ નીચે દબાઈ જવાથી આધેડના મોત મામલે ગુનો નોંધાયો
મોરબીમાં બાઇકનું કાવું મારવા બાબતે બોલાચાલી કરીને છરી વડે હુમલો: 7 શખ્સો સામે ફરિયાદ
SHARE
મોરબીમાં બાઇકનું કાવું મારવા બાબતે બોલાચાલી કરીને છરી વડે હુમલો: 7 શખ્સો સામે ફરિયાદ
મોરબીમાં જુના બસ સ્ટેશન પાસે આવેલ ચા ની દુકાને ચા પીવા માટે એકટીવા લઈને જઈ રહેલા યુવાને બાઈકનું કાવું માર્યું હતું તે બાબતને લઈને સામે વાળાએ ગાળો આપીને યુવાનની સાથે જપજપી કરી હતી અને ત્યારબાદ છ જેટલા શખ્સોને બોલાવતા તેઓ હથિયાર સાથે ત્યાં આવ્યા હતા અને યુવાન તથા સાહેદની સાથે મારામારી કરી હતી જે બનાવમાં સાહેદને છરી મારી હોવાથી તેને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ સનરાજ પાર્કમાં રહેતા અક્રમભાઈ કાદરભાઈ મોવર (24)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહેબુબ કાસમભાઇ, હારૂન ખમીસા, એજલો ઉર્ફે એજાજ, કાસમ બસીર, ગઢવી, અજીત સુલેમાન અને મહમદ કાસમ રહે. બધા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી પોતાનું એકટીવા લઈને ચા પીવા માટે જુના બસ સ્ટેશન સામે આવેલ ચા ની દુકાને ગયો હતો ત્યારે મહેબૂબ કાસમભાઈના મોટરસાયકલનું કાવું મારતા આરોપીએ ફરિયાદીને ગાળો આપી હતી અને જપજપી કરી હતી ત્યારબાદ બાકીના આરોપીઓને બોલાવતા આરોપીઓએ હથિયાર સાથે ત્યાં આવ્યા હતા અને ફરિયાદી તથા સાહેદો સાથે ઝઘડો કર્યો હતો અને મારામારી કરી હતી જેમાં સાહેદ એજાજને છરી વડે ગંભીર ઇજા કરવામાં આવતા ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે