મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં આરોપીને ફટકારી બે વર્ષ સજા, ૧૮.૩૬ લાખનો દંડ હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પગાર અને ભવિષ્યના પેન્શનનો કર્યો સ્વૈચ્છિક ત્યાગ મોરબીમાં વિહિપ દ્વારા વાલ્મિકી જયંતી નિમિત્તે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું મોરબીમાં બાઇકનું કાવું મારવા બાબતે બોલાચાલી કરીને છરી વડે હુમલો: 7 શખ્સો સામે ફરિયાદ મોરબીની રવિરાજ ચોકડી પાસે ટ્રક ટ્રેલર-ટાઇલ્સ નીચે દબાઈ જવાથી આધેડના મોત મામલે ગુનો નોંધાયો મોરબીમાં માળિયા ફાટક ઓવરબ્રીજ ઉપર બંધ પડેલા ટ્રકની પાછળ ડબલ સવારી બાઇક અથડાતાં એક યુવાનનું મોત: આધેડને ઇજા મોરબીની  ત્રાહપર ચોકડી પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલ આધેડ મહિલાનું મોત દિવાળી પહેલા હોળી: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસનો આજથી પ્રતિ કિલોનો ભાવ 104 રૂપિયા
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ દ્વારા વાલ્મિકી જયંતી નિમિત્તે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું


SHARE









મોરબીમાં વિહિપ દ્વારા વાલ્મિકી જયંતી નિમિત્તે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું

મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહર્ષિ વાલ્મિકી જયંતી નિમિત્તે વાલ્મિકીવાસ ખાતે સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાલ્મિકીવાસ વિસ્તારમાં આવેલી શાળાઓમાં અભ્યાસ કરતા નાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને બાળકોને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવા તેમજ તેમની શૈક્ષણિક જરૂરિયાતોને પૂર્ણ કરવામાં સહાયરૂપ થવાના ઉદ્દેશ્યથી આ સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સહમંત્રી તેમજ કેન્દ્રીય સત્સંગ ઉપપ્રમુખ દાદા વૈદકજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉપસ્થિત કાર્યકરો અને બાળકોને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે તેમણે શિક્ષણનું મહત્વ સમજાવી બાળકોને અભ્યાસમાં આગળ વધવા તથા જીવનમાં સારા સંસ્કારો સાથે પ્રગતિ કરવા પ્રેરણા પૂરી પાડી હતી. મહર્ષિ વાલ્મિકીજીના જીવન અને વિચારોમાંથી પ્રેરણા લઈને સમાજના દરેક વર્ગ સુધી સેવા, શિક્ષણ અને સંસ્કારનાં કાર્યો પહોંચાડવાના સંકલ્પ સાથે વિશ્વ હિન્દુ પરિષદ મોરબી દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News