મોરબીમાં ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા યુવાનને માર માર્યો મોરબીના લક્ષ્મીનગર પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બે લોકો સારવારમાં મોરબીના ટિંબડી ગામે રૂપિયાની લેતી દેતી બાબતે વૃદ્ધને કપાળમાં ધારિયું મારીને સ્કોર્પિયો નીચે ઢસડીને કરાઇ હત્યા: 7 શખ્સો સામે ફરિયાદ મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં આરોપીને ફટકારી બે વર્ષ સજા, ૧૮.૩૬ લાખનો દંડ હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પગાર અને ભવિષ્યના પેન્શનનો કર્યો સ્વૈચ્છિક ત્યાગ મોરબીમાં વિહિપ દ્વારા વાલ્મિકી જયંતી નિમિત્તે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું મોરબીમાં બાઇકનું કાવું મારવા બાબતે બોલાચાલી કરીને છરી વડે હુમલો: 7 શખ્સો સામે ફરિયાદ મોરબીની રવિરાજ ચોકડી પાસે ટ્રક ટ્રેલર-ટાઇલ્સ નીચે દબાઈ જવાથી આધેડના મોત મામલે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી ગામે રૂપિયાની લેતી દેતી બાબતે વૃદ્ધને કપાળમાં ધારિયું મારીને સ્કોર્પિયો નીચે ઢસડીને કરાઇ હત્યા: 7 શખ્સો સામે ફરિયાદ


SHARE









મોરબીના ટિંબડી ગામે રૂપિયાની લેતી દેતી બાબતે વૃદ્ધને કપાળમાં ધારિયું મારીને સ્કોર્પિયો નીચે ઢસડીને કરાઇ હત્યા: 7 શખ્સો સામે ફરિયાદ

મોરબીના ટિંબડી ગામે રહેતા યુવાનના મામાના દીકરા સાથે ટ્રકના નાણાની લેતી દેતી બાબતે ગઇકાલે સાંજે યુવાન સાથે મારામારી કરવામાં આવી હતી ત્યારે યુવાનને બચાવવા માટે વચ્ચે પડેલા તેના વૃદ્ધ પિતાને કપાળના ભાગે ધારિયાનો ઘા મારીને ઇજા કરી હતી આટલું જ નહીં સ્કોર્પિયો તેઓની ઉપર ચડાવીને વૃદ્ધને ઢસેડીયા હતા જેથી ગંભીર ઇજા પામેલા વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી મારામારીનો બનાવ હત્યામાં પલટયો હતો અને આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક વૃદ્ધના દીકરાએ 7 શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.


મોરબી નજીકના ટિંબડી ગામે રહેતા જીગ્નેશભાઈ ખોડાભાઈ મુલાડીયાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભાવેશભાઈ પરસોતમભાઈ બારૈયા, હિતેશભાઈ ઘનશ્યામભાઈ ઝિંઝવાડીયા, વિનોદભાઈ પરસોતમભાઈ બારૈયા, ભરતભાઈ પરસોત્તમભાઈ બારૈયા, દશરથભાઈ પરસોતમભાઈ બારૈયા અને હિરેન ઘનશ્યામભાઈ ઝંઝવાડીયા રહે. બધા જ ટિંબડી તેમજ સુરેશભાઈ રહે. વીસીપરા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેમના મામાના દીકરાને આરોપી હિરેન સાથે અગાઉ ટ્રક ના નાણાં માથાકૂટ હતી અને તેનું મનદુઃખ ચાલતું હતી તેવામાં સમાધાન કરવાના બહાને સ્વીફ્ટ અને સ્કોર્પિયો કારમાં આરોપીઓ આવ્યા હતા અને ફરિયાદીના મિત્ર રવિ રમેશભાઈ વીંજવાડીયાની કારની આડે રસ્તો રોકીને તેઓની ઉપર ધારિયા અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે ફરિયાદીના પિતા ખોડાભાઈ જલુંભાઈ મુલાડીયા (70) બનાવ સ્થળે ફરિયાદીને મારથી બચાવવા માટે વચ્ચે પડ્યા હતા ત્યારે ખોડાભાઈને આરોપીએ કપાળના ભાગે ધારિયાનો ઘા માર્યો હતો જેથી ગંભીર ઇજા થઈ હતી ત્યાર બાદ તેઓને સ્કોર્પિયો નીચે ઢસેડીયા હતા જેથી ફરિયાદીના પિતા ખોડાભાઈનું મોત નીપજ્યું હતું અને સાહેદ રવિભાઈની કારમાં નુકશાન કર્યું હતું અને તેને માર મારીને નાકના ભાગે ફેક્ચર જેવી ઈજા કરેલ છે જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા આ બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે સાત શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News