મોરબીમાં ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા યુવાનને માર માર્યો મોરબીના લક્ષ્મીનગર પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બે લોકો સારવારમાં મોરબીના ટિંબડી ગામે રૂપિયાની લેતી દેતી બાબતે વૃદ્ધને કપાળમાં ધારિયું મારીને સ્કોર્પિયો નીચે ઢસડીને કરાઇ હત્યા: 7 શખ્સો સામે ફરિયાદ મોરબીની કોર્ટે ચેક રીટર્ન કેસમાં આરોપીને ફટકારી બે વર્ષ સજા, ૧૮.૩૬ લાખનો દંડ હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ પગાર અને ભવિષ્યના પેન્શનનો કર્યો સ્વૈચ્છિક ત્યાગ મોરબીમાં વિહિપ દ્વારા વાલ્મિકી જયંતી નિમિત્તે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું મોરબીમાં બાઇકનું કાવું મારવા બાબતે બોલાચાલી કરીને છરી વડે હુમલો: 7 શખ્સો સામે ફરિયાદ મોરબીની રવિરાજ ચોકડી પાસે ટ્રક ટ્રેલર-ટાઇલ્સ નીચે દબાઈ જવાથી આધેડના મોત મામલે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બે લોકો સારવારમાં


SHARE









મોરબીના લક્ષ્મીનગર પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બે લોકો સારવારમાં

મોરબી-માળીયા હાઈવે લક્ષ્મીનગર ગામ પાસે ટ્રક ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લીધુ હતું. આ બનાવમાં હાર્દિક પરસોતમભાઈ શેરસીયા (27) અને કરશનભાઈ લક્ષ્મણભાઈ શેરસીયા (52) રહે. ચિત્રકુટ સોસાયટી નાની કેનાલ રોડને ઈજાઓ થયેલ હોય બંનેને સારવારમાં ખસેડાયા હતા.જયારે સામાકાંઠે આવેલ રૂષભનગરમાં રહેતા વિશાલ વિનોદભાઈ મહેતા (35)ને વાહન અકસ્માતમાં ઈજા થતા ભચાઉ બાદ મોરબીની આયુષ હોસ્પિટલે લવાયો હતો. વિશાલ મહેતા કારમાં ગાંધીધામથી મોરબી આવતો હતો ત્યારે મોટી ચીરઈ અને ચોપડવા ગામની વચ્ચે ટ્રક ચાલકે તેની કારને ટકકર મારતા અકસ્માત બનાવ સર્જાયો હતો.

ટંકારા અકસ્માત

ટંકારા તાલુકાના જબલપુર ગામની પાસે વાહન અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં ઈજા પામેલા ગોવિંદ બાબભાઈ માવલા (20), દિલીપ કુંવરશી માવયલા (20), પઠાણ કુંવરશી માવલા (30), કુંવરશી નટાલીયા માવલા (55) અને અશોક કુંવરશી માવલા (25)ને અહીંની સીવીલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જયારે વાંકાનેર ટોલ પ્લાઝા ખાતે થયેલ મારામારીમાં ઈજાગ્રસ્ત થયેલા બંગાલીરામ જગુભાઈ રાય (48)ને મોરબી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

બાળક સારવારમાં

 ઘુંટુ રોડ પર આવેલા જનતા લોખંડના કારખાના ખાતે કામ કરતા પરીવારના પાંચ વર્ષના અમન વિજયભાઈ ભીલાલને સાંજે પિતા સાથે હતો ત્યારે ટ્રકના ડાલાની સાંકળ લાગી જતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. જયારે ત્રાજપર ખાતે રહેતા રંજનબેન અશોકભાઈ ઈન્દરીયા (40) નામના મહિલા પગપાળા જતા હતા ત્યારે અજાણ્યા વાહનની હડફેટે ચડી જતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા. પાનેલી રોડ પર પંચરની દુકાને કામ કરતા સમયે સાપ કરડી જતા મહોંમદ શહેનવાઝભાઈ જહાંગીર (17) મુળ રહે. બંસાલી પશ્ર્ચિમ બંગાળને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

પરિણીતા સારવારમાં

 રંગપર ગામે સિરામીક કારખાનામાં રહી ત્યાં કામ કરતી રાધીકાબેન યોગેશભાઈ કારોવાને પતિ દ્વારા માર મારવામાં આવતા અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી. જયારે જેતપર રોડ પાવડીયારી નજીક આવેલા એસ્પેન્ટાગોન કંપની પાસે ત્રીજા માળેથી પડી ગયેલા માંગીલાલ માનતાભાઈ શેરીયા (40)ને સિવિલે સારવારમાં ખસેડાયો હતો.બેલા ગામ પાસે કારખાનાના કવાટરમાં રહી મજુરીકામ કરતી સાવિત્રીબેન યોગેશભાઈ દોહરા (17)ને પતિએ માર મારતા સારવાર માટે લઈ જવામાં આવી હતી. સામાકાંઠે ભડીયાદ ખાતે ઘરે સાપ કરડી જતા સોનલબેન મુકેશભાઈ મહાલીયા (25)ને સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.




Latest News