મોરબીના લક્ષ્મીનગર પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા બે લોકો સારવારમાં
મોરબીમાં ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા યુવાનને માર માર્યો
SHARE
મોરબીમાં ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા યુવાનને માર માર્યો
મોરબીના લખધીરવાસ ચોક પાસે કિશન ધનજીભાઈ પનારા (20) નામના યુવાનને ઘર પાસે ગાળો બોલવાની ના કહેવા બાબતે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી. જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાર બાદ રાજકોટ સુધી સારવાર માટે લઈ જવામાં આવેલ છે.
યુવાન સારવારમાં
સામાકાંઠે લાલબાગ સેવા સદન ખાતે અકળ કારણોસર ફિનાઈલ પી જતા મોહિત મુકેશભાઈ પરમાર (25) રહે. મહેન્દ્રનગરને સિવિલે ખસેડાયો હતો તેમ પોલીસે જણાવેલ છે. જયારે વીસીપરામાં રહેતા પરીવારનો રોહન અનીલભાઈ હળવદીયા નામનો દોઢ વર્ષનો બાળક, ઘરે રમતા રમતા પાણીની ટાંકીમાં પડી જતા ખાનગી હોસ્પીટલે સારવાર માટે ખસેડાયો હતો. ટંકારાના હડમતીયા ગામે ધનજીભાઈ જુઠાભાઈની વાડીએ અગમ્ય કારણોસર દવા પી ગયેલા કાનાભાઈ વરસીંગભાઈ ગમાણીયા (19)ને સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યો હતો.
યુવતી સારવારમાં
વિજય ટોકીઝ પાસે 108માં પેસન્ટને લેવા જતા સમયે કાર ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત થયેલ યશવંતીબેન ડાયાભાઈ દાફડા (23) રહે. નવા ગુ.હા. બોર્ડને સારવારમાં ખસેડાયા હતા. જયારે હળવદના મિંયાણી ગામે ધવલભાઈની વાડીએ દવા પી ગયેલ વિજય રમેશભાઈ મેડા (18)ને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. બેલા ગામે કારખાનાના લેબર કવાટરમાં પડી જતા આશા દિલીપભાઈ નામની છ માસની બાળકીને સારવારમાં લઈ જવામાં આવી હતી.
યુવાનનું મોત
મોરબીના સાપર જેતપુર રોડ ઉપર આવેલા પોલેન્સ સિરામીકના લેબર કવાર્ટર ખાતે રહી ત્યાં મજુરીકામ કરતો રાકેશ રામપ્રસાદ માલવીયા નામનો 39 વર્ષના યુવાન ત્રીજા માળેથી નીચે પડી ગયો હોય ગંભીર ઈજાઓ થતા તેનું મોત નિપજયું હતું. બનાવને પગલે તાલુકા પીએસઆઈ તીવારીએ તપાસ કરી હતી.
વૃધ્ધ સારવારમાં
મોરબી નજીક આવેલ પટેલ ડાયનીંગ હોલ ખાતે જીતેન્દ્રભાઈ છગનભાઈ (65) નામના વૃધ્ધને છરી લાગી ગઈ હતી. જેથી તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે.બેલા ગામ પાસે રહેતા દેવનારાયણ હજારીલાલ (30) નામના યુવાનને કોન્ટ્રાકટર સોનુ સાથે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. જે બનાવમાં ઈજા પામેલા યુવાનને સારવાર માટે લઈ જવામાં આવેલ છે.









