મોરબીના રફાળેશ્વર પાસે રીક્ષામાંથી દારૂની ચાર બોટલ સાથે બે ઝડપાયા
SHARE
મોરબીના રફાળેશ્વર પાસે રીક્ષામાંથી દારૂની ચાર બોટલ સાથે બે ઝડપાયા
મોરબી તાલુકામાં રફાળેશ્વર ગામની ચોકડી પાસેથી પસાર થતી રિક્ષાને રોકીને પોલીસે ચેક કરતાં તે રીક્ષા માંથી દારૂ નાની ચાર બોટલો મળી આવી હતી જેથી કરીને દારૂ અને રિક્ષા મળીને 50,400 ના મુદ્દામાલ સાથે પોલીસે હાલમાં બે શખ્સની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના રફાળેશ્વર ગામની ચોકડી પાસેથી પસાર થતી રીક્ષા નંબર જીજે 36 યુ 6203 ને રોકી ને પોલીસે ચેક કરતા તે રિક્ષામાંથી દારૂની નાની જુદી-જુદી બ્રાન્ડની ચાર બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ચારસો રૂપિયાની કિંમતનો દારૂ તેમજ 50 હજાર રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને 50,400 ના મુદ્દામાલ સાથે જીતેશભાઈ ચંદુભાઈ હળવદિયા (ઉમર વર્ષ 25) રહે જુના સાદુળકા અને સલમાનભાઈ દાઉદભાઈ (ઉમર 24) રહે મકરાણીવાસ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂની બોટલ ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરેલ છે.
અકસ્માતમાં ઈજા
માળીયા હાઈવે ઉપર આવેલ વિશાલા હોટલ પાસેથી પસાર થતા ટ્રક નંબર જીજે 12 બીવી 5840 ના ચાલકે આસિફભાઇ ઇસાભાઇ જેડા (22) રહે માતમ જેડાવાસ માળીયા વાડાને હડફેટે લીધો હતો જેથી કરીને તેને હાથમાં અને પગમાં ઇજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને તેણે હાલમાં ટ્રકચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરે છે.