મોરબીના સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે યુક્રેન સરકાર તૈયાર, ભારત સરકારના ઈમેલની જોવાતી રાહ: દીપા જોસેફ કાળનો ભેટો: વાંકનેરના જોધાપર પાસે કાર ચાલકે હડફેટે લેતા મોરબીથી માનતા પૂરી કરવા જતી મહિલાનું મોત મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં પ્રથમ વાર્ષિક ઉમા પ્રતિભા એવોર્ડ સમારોહ યોજાશે મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો સેવા એજ સત્કર્મ: મોરબીના  રામ ચરિત મેડિકલ સેવા કેન્દ્ર દ્વારા પાટીદાર સમાજની દીકરોને મદદરૂપ થવા અનોખો મોરબીમાં રોશનીના પર્વ ઉપર સ્વચ્છતાના અજવાળા કરતા સફાઈ કર્મયોગીઓનું ડૉ. દેવેનભાઈ રબારીએ કર્યું વિશેષ સન્માન
Breaking news
Morbi Today

મોરબીના સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે યુક્રેન સરકાર તૈયાર, ભારત સરકારના ઈમેલની જોવાતી રાહ: દીપા જોસેફ


SHARE































મોરબીના સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે યુક્રેન સરકાર તૈયાર, ભારત સરકારના ઈમેલની જોવાતી રાહ: દીપા જોસેફ

મોરબીનો સાહિલ માજોઠી છેલ્લા 13 મહિનાથી યુક્રેએનના ડિટેન્શન સેન્ટર ખાતે રાખવામાં આવેલ છે જેથી તેની મુક્તિ માટે તેની માતા દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેની સાથોસાથ તેઓના  દિલ્હી હાઇકોર્ટના વકીલ પણ સતત ભારત અને યુક્રેન સરકાર સાથે કોમ્યુનિકેશન કરી રહ્યા છે તેવામાં હાલમાં તેઓ તેઓ યુક્રેન ગયા છે ત્યાં યુક્રેનની સરકારે સાહિલ માજોઠીને મુક્ત કરવા માટેની સંપૂર્ણ તૈયારી દર્શાવી છે જો કે, ભારત સરકાર તરફથી સત્તાવાર ઈમેલ યુક્રેન સરકારને કરવામાં આવશે તો સાહિલ માજોઠીની યુક્રેનના ડિટેન્શન સેન્ટર ખાતેથી મુકિત વહેલી થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા હસીનાબેન મજોઠીનો દીકરો સાહિલ માજોઠી વર્ષ 2024 માં રશિયા ખાતે અભ્યાસ કરવા માટે તેને ગયો હતો અને ત્યાં સાઈડમાં તે કુરિયર સર્વિસમાં કામ કરતો હતો અને તેની પાસે રહેલા પાર્સલમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું આ ડ્રગ્સ વિશે સાહિલ માજોઠી કશું જાણતો ન હતો તેમ છતાં પણ તેની સામે કેસ ચાલી ગયો હતો જેમાં સાહિલને સજા પડી હતી જેથી સાહિલ રશિયાની જેલમાં હતો તેવામાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું અને આ યુદ્ધમાં રશિયા તરફથી યુક્રેન સામે લડવા માટે સાહિલ માજોઠીને હથિયાર સાથે યુક્રેનની બોર્ડર ઉપર મોકલવામાં આવ્યો હતો જો કે સાહિલ માજોઠીએ ત્યાં યુદ્ધ કરવાના બદલે આત્મસમર્પણ કર્યું હતું ત્યારથી એટલે કે છેલ્લા 13 મહિનાથી સાહિલ માજોઠી યુક્રેડના ડિટેન્શન સેન્ટર ખાતે રાખવામાં આવેલ છે અને તેને ત્યાંથી મુક્ત કરાવીને ભારત લાવવા માટે તેને તેની માતા હસીનાબેન માજોઠી દ્વારા ધારાસભ્યો, સાંસદો, ગૃહમંત્રી, મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકાર સુધી અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે

બીજી બાજુ દિલ્હી હાઇકોર્ટમાં પણ સાહિલની મુક્તિ માટેની કાર્યવાહી ચાલી રહી છે જેથી તેઓના વકીલ દીપા જોસેફ હાલમાં યુક્રેન ખાતે ગયેલા છે અને ત્યાં ડિટેન્શન સેન્ટરમાં જઈને સાહિલ માજોઠી સાથે મુલાકાત કરી હતી આટલું જ નહીં પરંતુ યુક્રેનના સત્તાધીશો સાથે પણ તેઓએ મુલાકાત કરી હતી ત્યારબાદ દીપા જોસેફે જણાવ્યું હતું કે સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે યુક્રેન સરકાર તૈયાર છે જો કે, કેન્દ્ર સરકાર તરફથી ઈમેલ કરવામાં આવે તો સાહિલ માજોઠી મુક્તિ વહેલી થઈ શકે તેમ છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી તેઓ ભારત સરકારને ઈમેલ કરી રહ્યા છે પરંતુ ભારત સરકાર તરફથી કોઈ પ્રત્યુતર આપવામાં આવેલ નથી.

હાલમાં દીપા જોસેફે એક વિડીયો સોશયલ મીડિયામાં મૂક્યો છે જેમાં તેઓએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીને હાથ જોડીને અપીલ કરતા ભારત સરકાર તરફથી સત્તાવાર રીતે યુક્રેન સરકારને સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે ઈમેલ કરવામાં આવશે તો તરત જ સાહિલ માજોઠી યુક્રેનના ડિટેસન સેન્ટર ખાતેથી મુક્ત થઈને ભારત આવી શકે તેમ છે જો કે, હવે ભારત સરકાર દ્વારા ઈમેક કરવામાં જેટલો વિલંબ કરવામાં આવશે તેટલો વિલંબ સાહિલની યુક્રેનથી મુક્તિમાં લાગશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.












Latest News