મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન ઉત્તરપ્રદેશથી કાવડ સાથે ચારધામ-12 જ્યોતિર્લિંગની પદયાત્રાએ નીકળેલ રોહિતકુમાર નામનો યુવાન મોરબી જીલ્લામાં પહોચ્યો મોરબીના સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે યુક્રેન સરકાર તૈયાર, ભારત સરકારના ઈમેલની જોવાતી રાહ: દીપા જોસેફ કાળનો ભેટો: વાંકનેરના જોધાપર પાસે કાર ચાલકે હડફેટે લેતા મોરબીથી માનતા પૂરી કરવા જતી મહિલાનું મોત મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં પ્રથમ વાર્ષિક ઉમા પ્રતિભા એવોર્ડ સમારોહ યોજાશે મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

ઉત્તરપ્રદેશથી કાવડ સાથે ચારધામ-12 જ્યોતિર્લિંગની પદયાત્રાએ નીકળેલ રોહિતકુમાર નામનો યુવાન મોરબી જીલ્લામાં પહોચ્યો


SHARE































ઉત્તરપ્રદેશથી કાવડ સાથે ચારધામ-12 જ્યોતિર્લિંગની પદયાત્રાએ નીકળેલ રોહિતકુમાર નામનો યુવાન મોરબી જીલ્લામાં પહોચ્યો

મહાદેવજીને કાવડ ખૂબ જ પ્રિય છે એટલા માટે ઉત્તરપ્રદેશના લખીમપુર જિલ્લાનો રહેવાસી રોહિતકુમાર નામનો યુવાન કાવડ સાથે ચારધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રા ઉપર નીકળ્યો છે અને ખાસ કરીને આ યાત્રા દરમિયાન સનાતન ધર્મનો પ્રચાર થાય તેમજ લોકોમાં રાષ્ટ્રપ્રેમ વધે તેના માટે પણ પ્રયાસ આ યુવાન દ્વારા કરવામાં આવે છે. અમે અત્યાર સુધીમાં હજારો કિલોમીટરની પદયાત્રા પુરી કરીને આજે આ યુવાન મોરબી જીલ્લામાં આવેલ છે જો કે, હજુ પદયાત્રા પૂર્ણ થતા લગભગ 11 માસ જેટલો સમય લાગશે.

રોહિતકુમાર નામનો યુવાન ઉત્તરપ્રદેશના લખીમપુર જિલ્લામાંથી 618 દિવસ પહેલા કાવળ યાત્રા લઈને નીકળ્યો હતો અને ખાસ કરીને ચારધામ અને 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાનો છે અને અત્યાર સુધીમાં આ યુવાને કુલ મળીને 5300 કિલોમીટર કરતાં વધુની પદયાત્રા પૂર્ણ કરી છે જોકે, હજુ પણ 11,000 કિલોમીટર કરતાં વધુની પદયાત્રા કરવાની બાકી છે વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, સનાતન ધર્મનો પ્રચાર થાય તે માટે તેણે પોતાની કાવડ યાત્રાના કાવડ ઉપર એક બાજુ મહાદેવજીના ફોટા સાથેની ધજા અને બીજી બાજુ લોકોમાં રાષ્ટ્રપ્રેમ વધે તે માટે તિરંગો રાખ્યો છે. અને તેના બંને કાવડમાં ગંગાજીનું પવિત્ર જળ ભર્યું છે અને તેનાથી 12 જ્યોતિર્લિંગે અભિષેક કરશે અત્યાર સુધીમાં તેણે અયોધ્યા, કાશી વિશ્વનાથ, જગન્નાથપુરી, ખાટું શ્યામ, ઓમકારેશ્વર, પુષ્કર બ્રહ્માજી, અંબાજી, બહુચરાજીના દર્શન કરી લીધેલા છે અને હાલમાં તે મોરબી જિલ્લામાં છે જોકે અહીથી હવે તે દ્વારકા અને ત્યાર બાદ નાગેશ્વર અને સોમનાથ દાદાના દર્શન કરશે. અંતમે રોહિતેકુમારે જણાવ્યુ હતું કે, મંદિરમાં તો ભગવાન છે જ પણ રસ્તા ઉપરથી તે કાવડ યાત્રા સાથે નીકળે છે ત્યારે કોઈને કોઈ રૂપમાં ભગવાન આવીને તેને મળે છે આટલું જ નહીં પરંતુ તે ખાવા, પીવા, રહેવાની કોઈ પણ પ્રકારની ચિંતા કરતા નથી તેમ છતાં પણ તમામ પ્રકારની વ્યવસ્થા તેને દરેક જગ્યા ઉપર મળી રહી છે આમ ભગવાન ઉપર શ્રદ્ધા રાખીને ચારધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રાએ નીકળેલ અમરનાથના દર્શન કરીને પોતાની યાત્રા પૂર્ણ કરશે.












Latest News